ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા 8 વાહનોને લીધા હડફેટે

સુરતઃ શહેરના જહાંગીપુરા વિસ્તારમાં બેકાબુ બનેલા ટ્રક ચાલકે 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં મોટી દુર્ઘટના ચળી હતી. જ્યારે ઘટનાના પગલે જહાંગીપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની અટકાયત કરી હતી. જો કે, ઘટનાને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો.

By

Published : May 7, 2019, 1:58 PM IST

સુરતમાં અકસ્માતમાં 8 વાહનોનુ કંચુબર

સુરતના જહાંગીરપુરા રોડ પર મોડી રાત્રે ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈ ત્યાં પાર્ક કરેલા વાહનોને બેકાબુ બનેલા ટ્રક ચાલકે અડફેટે લેતા 8 જેટલા વાહનોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેમાં 7 મોટર સાયકલ અને 1 ફોર વ્હીલ કારને મોટું નુકસાન થયું હતું. આ ઘટના બાદ જહાંગીરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક ચાલકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

સુરતમાં અકસ્માતમાં 8 વાહનોનુ કંચુબર

બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં કંડારી લેવામાં આવ્યો હતો. જે વીડિયોમાં બેકાબુ બનેલ ટ્રક ચાલક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લેતો નજરે જોઈ શકાય છે. ઘટના દરમિયાન ઓબરબ્રિજ નીચે કેટલાક મજૂરો પણ સુતા હતા. જેનો પણ ચમત્કારીક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

પોલીસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું અનુમાન છે. જો કે, સ્થાનિક લોકોનો આરોપ હતો કે, ટ્રક ચાલક નશાની હાલતમાં હોવાથી ઘટના બની હતી. ત્યારે હાલ તો, જહાંગીરપુરા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ટ્રક પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details