ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ બાબેનના તળાવમાં સરદારની પ્રતિમા પાસે 100 ફૂટની ઊંચાઇએ તિરંગો ફરકાવાયો - કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર

બારડોલી તાલુકાના બાબેન ગામમાં રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે 100 ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ગામના પાદરે આવેલા તળાવની મધ્યમાં સ્થાપિત 30 ફૂટ ઊંચી સરદાર પ્રતિમાની સાથે 24 કલાક તિરંગો ફરકતો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અન્ય કેટલાક પ્રકલ્પો પણ પ્રધાનના હસ્તે ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા.

બાબેનના તળાવમાં સરદારની સાથે 100 ફૂટ ઊંચે ફરક્યો તિરંગો
બાબેનના તળાવમાં સરદારની સાથે 100 ફૂટ ઊંચે ફરક્યો તિરંગો

By

Published : Oct 31, 2020, 6:40 PM IST

Updated : Oct 31, 2020, 7:52 PM IST

  • બારડોલી તાલુકાના બાબેન ગામે તિરંગો ફરકાવ્યો
  • 24 કલાક ફરકતો રહેશે તિરંગો
  • કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે કર્યું ધ્વજારોહણ

સુરત: બારડોલી તાલુકાના બાબેન ગામે તળાવ વચ્ચે આવેલી સરદાર પટેલની પ્રતિમા સાથે 24 કલાક તિરંગો ફરકતો રહે તે માટે ધ્વજ સ્તંભ લગાવવામાં આવ્યો છે. જેના પર આજે એટલે કે શનિવારે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

24 કલાક રાષ્ટ્રધ્વજ ફરકાવાનું કરાયું આયોજન

બારડોલીના બાબેન ગામમાં તળાવ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપ સરદાર પટેલની 30 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે. જ્યાં આજે એટલે કે શનિવારે સરદાર પટેલની જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બાબેન ગામની સુંદરતામાં વધારો કરવા કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર અને ઉપપ્રમુખ ભાવેશ પટેલ દ્વારા તળાવની મધ્યમાં સરદાર પટેલની પ્રતિમાની સાથે રાષ્ટ્રધ્વજ 24 કલાક ફરકતો રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાબેનના તળાવમાં સરદારની પ્રતિમાં પાસે 100 ફૂટ ઊંચે ફરક્યો તિરંગો

બારડોલી સત્યાગ્રહની થીમ પર વોલ સ્કલ્પ્ચર ખૂલ્લું મૂકાયું

આ ઉપરાંત બાબેન ખાતે રાષ્ટ્રધ્વજની સાથે આઈ લવ બાબેન તેમજ અનેક વિવિધ બોર્ડ તેમજ બારડોલી સત્યાગ્રહની થીમ દર્શાવતું વોલ સ્કલ્પચર પણ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ સરદાર પટેલની પ્રતિમા પાસે 100 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ કાયમ માટે લહેરાતો રહે તેવી પરવાનગી પણ મેળવી લેવાતા બાબેન ગામની સુંદરતામાં પણ વધારો થશે.

ત્રણ નવલા નજરાણા ઉમેરતા ગામની સુંદરતામાં વધારો થશે

આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યુ હતું કે, બાબેન ગામના વતની તરીકે હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. તળાવની મધ્યમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાના શિરે 24 કલાક તિરંગો ફરકતો રહે તેવી વ્યવસ્થા સહિત ગામમાં 3 નવલા નજરાણા પ્રજા માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. 2011માં બાબેન શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મેળવ્યા બાદ સરપંચ સહિત સમગ્ર બોડી અને ગ્રામજનોના સહયોગથી સતત પ્રગતિ કરી રહ્યું છે. તેવામાં વધુ મોરપીંછ ઉમેરાતા ગામની સુંદરતામાં વધુ વધારો થશે.

Last Updated : Oct 31, 2020, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details