- પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે કેશની ટ્રાયલ શરૂ
- પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી
- ૨૫૦ પાનાની ચાર્જશીટ તથા ૬૮ જેટલા સાક્ષીઓના ફોરેન્સિક રિપોર્ટ
સુરત: પાંડેસરા (area of surat )માં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે (surat rape-murder case) આજથી આ કેશની ટ્રાયલ શરૂ થઇ ગઈ છે. આજે કુલ ૨૨ જેટલા સાહેદોના સમન્સ કાઢયા છે. ડોક્ટર પંચોની જુબાની લેવામાં આવી અને કોર્ટમાં સાક્ષીઓને પણ બોલાવી લેવામાં આવ્યા છે.
પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા મામલે કેશની ટ્રાયલ શરૂ
આ કેશને લઈને બે દિવસ પેહલા પાંડેસરા પોલીસે કોર્ટમાં 7 દિવસની અંદર જ ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં પોલીસે ૨૫૦ પાનાની ચાર્જશીટ તથા ૬૮ જેટલા સાક્ષીઓના ફોરેન્સિક રિપોર્ટ વગેરે સબમીટ કર્યું છે. જોકે એમ કહી શકાય છે કે, ગુજરાતમાં પહેલો કિસ્સો છેકે પોલીસે સાત દિવસની અંદર જ આ મામલે ચાર્જશીટ રજૂ કરી છે. આ કેશમાં આજ રોજ સરકારી વકીલે આરોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે.