- નેચર કલબ દ્વારા ખાસ ઇમરજન્સી સુવિધા શરૂ કરાઇ
- સુરતના વેસુ વિસ્તારમાં ખાસ હોસ્પિટલ તૈયાર કરી
- ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી
સુરતઃ શહેરમાં પતંગના ધારદાર દોરાથી ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓની સારવાર માટે નેચર કલબ દ્વારા ખાસ ઇમરજન્સી સુવિધા શરૂ કરાઇ છે. સુરતના વેસુ વિસ્તારમાં ખાસ હોસ્પિટલ તૈયાર કરી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. તેથી સંસ્થાના વોલેન્ટીયરો અને તબીબો દ્વારા PPE કીટ પહેરીને પક્ષીઓની સારવાર કરી રહ્યા છે.
PPE કીટ સતત પહેરીને આ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર
દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ પતંગના દોરાના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે. આ વર્ષે પણ સ્થિતી સરખી છે. આ પક્ષીઓને જીવનદાન આપવા નેચર ક્લબ દ્વારા વેસુ વિસ્તારમાં ખાસ હોસ્પિટલ તૈયાર કરી સારવાર આપવામાં આવી રહી છે પરંતુ હાલ બર્ડ ફ્લૂનો ખતરો છે. તેથી પક્ષીઓની સારવાર કરનારા તબીબો સેન્ટરમાં PPE કીટ સતત પહેરીને આ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી રહ્યા છે.
બર્ડ ફ્લૂને કારણે ઈજાગ્રસ્ત પક્ષીઓની PPE કીટ પહેરી કરાઇ સારવાર નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ ટીમ અને ડૉક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય
આજે અને કાલે ખાસ નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ ટીમ અને ડૉક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય છે. દવા અને જરૂરી ચીજ વસ્તુઓના જથ્થો લાવી તમામ સેન્ટર પર છે, ત્યારે પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાયેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને ખાસ PEE કીટ આપવામાં આવી છે. નેચર ક્લબ દ્વારા કરવામાં આવેલી તૈયારી અને વર્કશોપમાં વોલેન્ટીયર તરીકે જોડાવા અગાઉથી અનેક યુવાઓ જોડાયા હતા.