સુરતઃરાજ્યમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. નિયમના ભંગ બદલ દંડ વસૂલવામાં આવશે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલમેટઅને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો( Traffic drive in Surat)સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના IGP પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, IGP અને જિલ્લાના વડાઓને સુચના આપી છે.ં
હેલમેટપહેરવા માટે સંદેશો
આજે સુરત ટ્રાફિક પોલીસે જનજાગૃતિ અભિયાન(Traffic Police Awareness Campaign) કર્યું હતું 'હેલમેટ એક જ વિકલ્પ, કફન અથવા હેલમેટ સ્ટીકર વાહનચાલકોના વાહનો ઉપર ચોટાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં આજે હેલમેટ વગર પકડાયેલા લોકોને તેમના મોબાઈલથી મેસેજ કરી લોકોને કાલથી હેલમેટ પહેરવા માટે સંદેશો મોકલવામાં આવ્યા હતાં સાથે જણાવવામાં આવ્યું હતું કે કાલથી હેલમેટ ફરજિયાત હોવાથી લોકો ઘરેથી નિકળતા પહેલા હેલમેટ ચોક્કસથી પહેરીને નીકળવું.