- બારડોલીમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઇ
- ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડ્યાં
- સ્થાનિકોના જીવ થયાં અધ્ધર
સુરત : બારડોલીના ગાંધીરોડ પર સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સની છત પર ઈન્ટરનેટનો ટાવર ભારે પવનને કારણે તૂટી પડતા સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયાં હતાં. નગરપાલિકા અને ટાવર કંપનીની ટીમ સ્થળ પર પહોંચી ટાવરને ખસેડવાની કામગીરી કરી હતી.
ટાવર છત પર અધ્ધર લટક્યો
તૌકતે વાવાઝોડાની અસર બારડોલી સહિત જિલ્લામાં પણ જોવા મળી હતી. બારડોલી શહેર અને તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન અનેક વૃક્ષો પડવાના બનાવો બન્યાં હતાં. ગાંધીરોડ પર આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં મંગળવારે બપોરે ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી ખાનગી કંપનીનો ટાવર ભારે પવનને કારણે તૂટી પડ્યો હતો અને બિલ્ડિંગ પર અધ્ધર લટકી જતાં આજુબાજુમાં રહેતા લોકોને જીવ પડીકે બંધાઇ ગયાં હતાં
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા