ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ 12 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના 250 દાવેદારો, પૂર્વમાં સૌની નજર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ (Gujarat Assembly Election 2022) શરૂ થઈ ચૂકી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ (Surat Congress Committee) અને આદ આદમી પાર્ટી મહત્તમ બેઠક પર વિજય પ્રાપ્ત કરવા પ્રયાસો કરશે. આ માટે દરેક રાજકીય પાર્ટીએ ચૂંટણી પ્રચાર અંગે રણનીતિ બનાવી નાંખી છે. પણ સુરતમાં અલગ ચિત્ર જોવા મળ્યું છે. જેમાં 12 બેઠકો પર 250 દાવેદારો નોંધાયા છે.

સુરતઃ 12 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના 250 દાવેદારો, પૂર્વમાં સૌની નજર
Etv Bharatસુરતઃ 12 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના 250 દાવેદારો, પૂર્વમાં સૌની નજર

By

Published : Sep 19, 2022, 7:13 PM IST

સુરતઃગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ વખતે ત્રિપાંખિય (Gujarat Assembly Election 2022) જંગ જોવા મળશે. સુરતની (Gujarat Assembly Surat) 12 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના 250 જેટલા કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ તમામ કાર્યકર્તાઓને મંગળવારે (Surat Congress Committee) કોંગ્રેસના નિરીક્ષકો સાંભળશે. વિધાનસભાની 12 બેઠકો માટે કોંગ્રેસના ટિકિટ વાંછુંઓએ દાવેદારી નોંધાવી છે.આ 12 વિધાનસભા બેઠકમાં વર્ષ 2017 માં એક પણ બેઠક કોંગ્રેસની આવી ન હતી.

ટિકિટ માંગશેઃવિધાનસભાની ચૂંટણી એ લઇ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને દક્ષિણ ગુજરાત પ્રભારી બી એમ સંદીપ આ તમામ દાવેદારોને સાંભળશે. નિરિક્ષકો સામે 12 બેઠક માટે 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ટિકિટ માંગશે. 12 બેઠકોમાંથી સૌથી વધુ સુરત પૂર્વમાં કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે.

દાવેદારીમાં લાઈન લાગીઃ જેમાં ખાસ કરીને મુસ્લિમ સમાજથી આવનાર અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાઇકલવાળા અને મુસ્લિમ સમાજના આગેવાન ફિરોજ મલિક પણ સામેલ છે. આ બેઠક પરથી શહેર કોંગ્રેસ ના બે પૂર્વ પ્રમુખ બાબુ રાયકા અને નૈષદ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી છે. ઓલપાડ બેઠક માટે 14 દાવેદાર, કામરેજ બેઠક માટે 19, સુરત પૂર્વ બેઠક 59, સુરત ઉત્તર બેઠક માટે 22, વરાછા માટે 19, કરંજ બેઠક 20, લિંબાયત બેઠક માટે 24, ઉધના બેઠક માટે 19, મજુરા બેઠક માટે 11, કતારગામ બેઠક માટે 8, સુરત પશ્ચિમ માટે 16 અને ચોર્યાસી બેઠક માટે 19 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. આ બેઠકોમાં અને કાર્યકર્તાઓ એવા છે જે અગાઉ પણ વિધાનસભા બેઠક અને લોકસભાની બેઠક માટે ટિકિટ મેળવી ચૂક્યા છે.

પ્રબળ દાવેદાર કોણઃસુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકા એ પણ સુરત પૂર્વથી ટિકિટ માંગી છે. મજુરા વિધાનસભા બેઠકમાંથી ઉત્તર ભારતીય અનુપ રાજપૂત પ્રબળ દાવેદાર છે. લિંબાયત બેઠક પરથી કાપડના વેપારી ચંપા લાલ બોધરા એ ટિકિટ માંગી છે. સૌથી મહત્વની ગણાતી વરાછા બેઠક પર સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા પ્રફુલ તોગડિયાએ ટિકિટ માંગી છે આ સાથે આ બેઠક પર કોંગ્રેસના કાર્યકર્તા દિનેશ વેકરીયા, હિંમત જીયાની અને દક્ષા ભુવા એ પણ દાવેદારી નોંધાવી છે

ABOUT THE AUTHOR

...view details