ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Rain: વહેલી સવારથી ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ સર્જાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

torrential-rains-started-in-surat-from-early-morning-low-lying-areas-were-flooded
torrential-rains-started-in-surat-from-early-morning-low-lying-areas-were-flooded

By

Published : Jul 18, 2023, 11:59 AM IST

સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ

સુરત: શહેરમાં ફરી એકવાર વરસાદે માજા મૂકી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 19 થી 20 જુલાઈ સુધી સુરત
જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અતિભારે વરસાદની સંભાવના:રેડ એલર્ટ એટલે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઠંડકને કારણે લોકોને ગરમીથી રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદની ગેરહાજરી હતી. જેથી લોકોને ગરમીથી ભારે બફાટ અનુભવી રહ્યા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યાઓ સર્જાય છે. શહેરના મીઠીખાડી, ભૂલકા ભાવન, રૂપાલી નહેર પાસે ગુથણીયા સુધીના પાણી ભરાઈ ગયા છે. જેથી લોકોને અને સાથે જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દર્શયો પણ સામે આવ્યા છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?: હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંડવીમાં 19 mm અને બારડોલીમાં 14 mm વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં 24 કલાકમાં 15 mm જેટલો વરસાદ પડી ચુક્યો છે. ઉકાઈમાં પણ પાણીની આવક ઘટી 10.802 ક્યુસેક થઈ છે. તે સાથે જ પાણીની સપાટી 314.26 ફૂટ નોંધાઈ છે.

  1. Gujarat Weather Monsoon: લૉ પ્રેશરને કારણે હજું એક ચોમાસાનો રાઉન્ડ, 22 જુલાઈ પછી માહોલ બદલાશે
  2. Banaskantha News: નાગલા, ડોડગામ,અને ખાનપુરમાં 7 વર્ષથી પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબુર
  3. Gujarat weather forecast: અરબી સમુદ્રમાં એક સાથે ત્રણ સીસ્ટમ સક્રિય, આગામી સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details