દુષ્કર્મ કેસમાં આજે આશારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા સંભળવી શકે છે. જેને લઈ મોટી સંખ્યામાં તેમના સાધકો પણ કોર્ટ પરિસરમાં હાજર રહી શકે છે. જેમાં કેસને લઇને બંને પક્ષોની દલીલ બાજી વચ્ચે આશરે 7 વર્ષ સુધીની સજા સંભળાવી શકે છે. જેમાં નારાયણ સાંઈ સહીત 5 લોકોને પણ સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી શકે છે. સમગ્ર મામલે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે નારાયણ સાઇ સાથે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે.
દુષ્કર્મ કેસઃ નારાયણ સાંઈ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં
સુરત: દુષ્કર્મ કેસમાં આજે આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટ સજા કરી શકે છે. જેને લઇને કોર્ટ પરિસરમાં વહેલી સવારથી જ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ ઉપરાંત ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ સજા થઇ શકે છે. સમગ્ર મામલે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે નારાયણ સાઇ સાથે તમામ આરોપીને કોર્ટમાં રજુ કરાયા છે.
નારાયણ સાંઈ સહિત તમામ આરોપી સાથે પોલિસ સેશન્સ કોર્ટ પહોંચી
નારાયણ સાંઈને થનાર સજા ધ્યાનમાં રાખી ત્રણ PI, છ PSI સહિત ACP તેમજ 75 જેટલા પોલીસકર્મીઓ કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા છે. આજ રોજ દુષ્કર્મ કેસને લઇને નારાયણ સાંઈને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાશે. આ ઉપરાંત કોર્ટ પરીસરમાં ડૉગ સ્ક્વૉડની મદદથી કોર્ટની સઘન ચેકીંગ પણ હાથ ધરાશે.