સુરત:રેલ્વે સ્ટેશનની લાઇનને નડતર(Surat Railway Station)રૂપ રઘુકુળ માર્કેટ પાસે મગદુમ નગર ઝુપડપટ્ટીમાં દબાણ દૂર કરવા ગયેલી મનપાના દબાણ વિભાગના કર્મચારીઓ પર સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ મનપાના દબાણ વિભાગની ટૂકડી પર પથ્થરમારો(Throwing stones at team of Surat Municipal Corporation) કર્યો હતો.
આ પણ વાંચોઃસુરત મનપામાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ જૂથના તમામ લોકોને પદ આપવામાં આવ્યાં
મનપાના દબાણ વિભાગના કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, રેલવે દ્વારા મગદુમ નગર ઝુપડપટ્ટીને દુર (Demolition work in Surat)કરવા માટેની તારીખ 4 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હોવાથી સ્થાનિક ઝુપડા વાસીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે સામાન ખસેડવાની કવાયત હાથ ધરી હતી. જેને કારણે અવરજવરના રસ્તાઓ પર સામાનનો ખડકલો થઇ જતા સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation)દબાણ વિભાગ ગાડીઓ સાથે ધસી જઇ નડતર રૂપ સામાન ગાડીમાં ભરવા લાગતા સ્થાનિકોએ દબાણ દૂર કરનારા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. બંદોબસ્ત માટે સલાબતપુરા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને હોબાળો મચાવનારને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતો.
પાલિકાના બે બેલદાર ઇજાગ્રસ્ત
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, રેલવેને નડતર રૂપ આ મગદુમ નગર ઝુપડપટ્ટી ન ડીમોલેશન થવાનો છે. રેલવે પ્રશાસન દ્વારા 4 ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાથી સ્થાનિક ઝુપડા વાસીઓ દ્વારા પોતાનો સમાન ખસેડવાની તજવીજ કરતા હતા. જે દરમિયાન માર્કેટ વિસ્તારમાં હોવાથી ટ્રાફિકને અસર પહોંચતા દબાણ વિભાગને જાણ કરતા દબાણ વિભાગનો સ્ટાફ(Surat Municipal Corporation daban Department ) આવી સમાન ઉઠાવવા જતાં સ્થાનિક રહીશો હોબાળો મચાવ્યો હતો અને દબાણ ખાતાના અધિકારીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. પાલિકાના બે બેલદાર હાર્દિક મુકેશ પટેલ અને પ્રકાશ રાઠોડ ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરત રેલવે સ્ટેશનના પૂર્વ તરફના ભાગને પણ સમાંતર વિકસાવી શકાશે, રેલવે રાજ્યપ્રધાન લાવ્યાં ઉકેલ