પ્રથમ બનાવમાં સુરતના વેડરોડ સ્થિત આવેલા પંડોળ વિસ્તારમાં એક આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં મારનારનું નામ ખોડાભાઈ વિરજીભાઈ બાબરીયા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત તેઓને માથામાં પથ્થરથી હુમલો અને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ છે. ખોડાભાઈનું પરિવાર વરાછામાં રહેતું હોવાનું અને ખોડાભાઈ પરિવારથી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું છે.
સુરતમાં એક જ દિવસમાં હત્યાના ત્રણ બનાવો આવ્યા સામે - SUR
સુરત: એક જ દિવસમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં હત્યાના ત્રણ બનવો સામે આવ્યા છે. પંડોળ વિસ્તારમાં એક આધેડની હત્યા, જ્યારે ડીંડોલીમાં એક ઇસમની કરપીણ હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે. એક દિવસમાં ત્રણ હત્યાના બનવો બનતા પોલીસ પર સવાલો ઉભા થયા છે.
ખોડાભાઈ જેરામ મોરાની વાડીમાં રત્નકલાકારો તરીકે કામ કરતા હતા. ખોડાભાઈનું કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી જતા પોલીસે નાકાબંધી કરીનેઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.ધોળે દિવસે યુવાનની હત્યા પાછળ ઘેરાતું રહસ્ય જાણવા પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ હાથ ધરી છે.
જ્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ગુરુવારનારોજ ધુળેટીના પર્વ દરમિયાન ચારથી પાંચ લોકોએ યુવકને ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક અને તેના અન્ય સાથીઓને પણ માર મારવામાં આવ્યો હતો. 25 વર્ષીય બંટી શર્મા નામના યુવકની હત્યા બાદ આરોપીઓ ફરાર છે. ઝઘડાની જૂની અદાવતમાં મૃતકના મિત્રનેસમાધાન કરી લેવા આરોપીઓએ દબાણ કર્યું હતું. જ્યાં મિત્રના ઘરે જઈ રહેલા બંટી શર્મા સહિત તેના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં આરોપીઓએ બંટી શર્માને તિક્ષણ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ડીંડોલી પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.