ગુજરાત

gujarat

ETV Bharat / state

Children Drown a Lake in Surat : સુરતના ત્રણ બાળકો તળાવમાં ગરકાવ થતા ફાયર વિભાગ દ્વાર શોધખોળ હાથ ધરાઈ - સચીન GIDC પાસે તળાવ

સુરત શહેરના છેવાડે આવેલા સચિન GIDC પાસે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો પાણીમાં ગરકાવ (Children Drown a Lake in Surat) થયા હતા. આ ઘટના સામે આવતા પરિવાર અને ફાયર વિભાગ (Surat Fire Department) દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી છે. 9 કલાક ઉપર થઇ જતા હજી સુધી બાળકો મળી આવ્યા નથી.

Children Drown a Lake in Surat : સુરતના ત્રણ બાળકો તળાવમાં ગરકાવ થતા ફાયર વિભાગ દ્વાર શોધખોળ હાથ ધરાઈ
Children Drown a Lake in Surat : સુરતના ત્રણ બાળકો તળાવમાં ગરકાવ થતા ફાયર વિભાગ દ્વાર શોધખોળ હાથ ધરાઈ

By

Published : Feb 23, 2022, 1:03 PM IST

સુરત : શહેરના છેવાડે આવેલ સચિન GIDC પાસે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો પાણીમાં ગરકાવ (Children Drown a Lake in Surat) થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગ (Surat Fire Department) દોડતું થઇ ગયું હતું. પરિવાર દ્વારા તળાવ પાસે બાળકોના કપડાં જોઈ ઓળખી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા મોડી રાતથી જ તળાવમાં બાળકોની શોધખોળ આરંભી છે. પરંતુ હજી સુધી બાળકો કોઈ પત્તો નથી.

બાળકો તળાવમાં ગરકાવ થઈ જતા પરિવાર પણ શોકમાં ગરકાવ

સચિન GIDC પાસે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવાર દ્વારા તળાવ પાસે બાળકોના કપડાં જોઈ ખબર પડીકે બાળકો તળાવમાં ન્હાવા ગયા હતા. પરંતુ પાછા બહાર આવ્યા નથી. જેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા ત્રણ બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ તમામ બાળકો ભેસ્તાનમાં રહે છે. જોકે બાળકો તળાવમાં ગરકાવ (Sachin Three Children Drown in the Lake) થઇ જતા પરિવાર પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા હવે ગોતાખોરોની જેમ શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતના ખડસદ ગામે પિતાએ જ બાળકોને તળાવમાં ફેંકી જાતે આત્મહત્યા કરીઃ પોલીસ અનુમાન

બે બાળકો મળી આવ્યા

આ બાબતે ફાયર વિભાગ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, રાત્રે કંટ્રોલ રૂમમાં 8:55 કોલ આવ્યો હતો. એટલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકો મળી આવ્યા ન હતા. જેથી સવારે સાત વાગે ફરીથી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને અત્યારે 11:48 એ ત્રણ બાળકો પૈકી બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા છે. અને એક બાળકની શોધખોળ હજુ પણ બરકરાર છે.

આ પણ વાંચોઃ Migratory birds in Kutch 2022 : 5000 કિલોમીટરનું અંતર કાપી આવેલાં નયનરમ્ય વિદેશી પક્ષીઓએ હમીરસરની શોભા વધારી

ABOUT THE AUTHOR

...view details