સુરતઆ શહેર 16મી સદીથી ઐતિહાસિક જોવા મળે છે. ખાસ કરીને કોર્ટવિસ્તાર (Court Area Surat) જેને લોકો ઓલ્ડ સીટી (Old City Surat) વિસ્તાર કહે છે. તે ચોક વિસ્તાર કે જ્યાં સુરતનો કિલ્લો છે. એની સામે જ એન્ડ્રુઝ લાઇબ્રેરી છે. હાલ કિલ્લાથી લઈને સમગ્ર ચોક વિસ્તારમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા ખોદકામચાલી રહ્યું છે. જીએમઆરસીના ઇજારદાર જે કે ઇન્ફ્રા પ્રોજેક્ટલિમિટેડને મંગળવારે મોડી સાંજે લાઈબ્રેરી પાસેના ધનરાજ પેટ્રોલ પંપ (Dhanraj Petrol Pump Surat) સામેના મુખ્ય માર્ગ પર પાઇલ માટેના ખોદકામ વખતે માત્ર ત્રણ ફૂટ નીચેથી ત્રણ ત્રણ તોપ (Ancient cannon found in Surat) મળી આવતા ભારે કૌતુહલ સર્જાયું હતું.
પાંચથી નવ ફૂટની આ ત્રણ તોપ મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) મેયરને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી મેયર હેમાલી બોગાવાળા તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હાલ પાંચથી નવ ફૂટની આ ત્રણ તોપ કિલ્લા (Three ancient cannons) પાસેના ખુલ્લા ભાગમાં મૂકવામાં આવી છે. જીએમસી દ્વારા આ અંગે તાકીદે પુરાતત્વ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. જેઓના પ્રતિનિધિત્વ આજે સુરત આવીને પરીક્ષણ અને ચકાસણી કરશે. ત્યારબાદ કેટલી જૂની છે. જેવી વિગતો સહીત ઇતિહાસની માહિતી મળી શકશે. હાલ તો મનપા સહિતના લોકોમાં તોપે ભારે આકર્ષણ જમાવ્યું છે.