ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત: કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાને સમાજમાં બદનામ કરવાની ધમકી - surat news

સુરત: પાલિકાના કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાને સમાજમાં બદનામ કરવાની ધમકી મળી છે. ખાનગી બસ સેવાના માથાભારે માણસો દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ દિનેશ કાછડિયા કર્યો છે.

surat
surat

By

Published : Dec 2, 2019, 11:24 PM IST

દિનેશ કાછડીયા દ્વારા અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી મળતા સુરત પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. સમાજમાં બદનામ કરવાની કોંગી કોર્પોરેટર દિનેશ કાછડિયાને અજાણ્યા શખ્સ દ્વારા મોબાઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેમજ દિનેશ કાછડિયાને જૂનો કથિત વીડિયો ફરી વાયરલ કરવાની પણ ધમકી આપી.

છેલ્લા બે દિવસ દરમિયાન કોંગી કોર્પોરેટર દ્વારા સીટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડનો કિસ્સો ઉજાગર કરવામાં આવ્યો હતો. જે દ્રશ્યો રાખી ધમકી આપવામાં આવી હોવાનો કોંગી કોર્પોરેટરનો આરોપ છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપનાર અને મોબાઈલ નંબરની યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details