- મામા કહેનારી યુવતીનું મામાએ કર્યું શોષણ
- લગ્નની લાલચ આપીને કરાયું શોષણ
- આરોપી ભૂવાની યુવતીના ઘરે એવરજવર રહેતી
સુરત: આરોપી બિપીન ગોવિંદ સોંધરવાની પત્ની થોડા સમય પહેલા ઘર છોડી જતી રહી હતી. ત્યારબાદ તે પીડિતાને ઘરમાં ઘરકામ તરીકે કામ કરવા માટે બોલાવતો હતો. જ્યારબાદ આરોપી પીડિતાને ઘરે જવા દેતો ન હતો. પીડિતા જેને મામા કહે છે એ વ્યક્તિએ તેને લગ્નની લાલચ આપીને પાંચ મહિના સુધી ગોંધી રાખી હતી અને દરરોજ શોષણ કરતો હતો.
આરોપી ભૂવાની યુવતીના ઘરે એવરજવર રહેતી
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા બિપીન ગોવિંદ સોંધરવાની ઉમર 40 વર્ષની છે. બીપીન ગોવિંદ એ પહેલા ઉગત આવાસમાં રહેતો હતો ત્યારે તેનું સમાજમાં ભુવા ભગત તરીકે જાણીતો હતો. આરોપીને પીડિતા મામા કહીને બોલાવતી હતી. જ્યારે પીડિતાએ સમગ્ર ઘટનાની જાણ પોતાની પિતા અને ભાઈને કહી દેવાની વાત કરી તો આરોપી બિપીન ગોવિંદ સોંધરવાએ પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી.