સરથાણા સ્થિત શ્યામ ધામ મંદિર પાસે રહેતા હાર્દિકભાઈ ભગવાનભાઈ ઝેઝરિયા ઈશ્વર નગર સોસાયટી પાસે ભૂમિ ફોટો સ્ટુડિયો ધરાવે છે. ફોટો સ્ટુડિયો માંથી ઈસમો 41 હજાર રોકડા, એક કેમેરો તથા એક મોબાઈલ મળી કુલ 1.28 લાખની મત્તા ચોરી કરી ફરાર થયા હતા. CCTVમાં 5 તસ્કરો ચોરી કરતા નજરે ચડ્યા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોનો આતંક, 1.28 લાખની કરી ચોરી - POLICE
સુરત: સરથાણા વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલા ફોટો સ્ટુડિયોમાં 5 તસ્કરોમાંથી એક અંદર પ્રવેશ્યો હતો. કેમેરા સહિત રોકડની મુદ્દામાલ ચોરી નાસી ગયા હતાં. પોલીસે CCTVના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં તસ્કરોનો આતંક
સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સરથાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે.