સુરતશહેરમાં ચોરીના બનાવોમાં (Theft in incidents Surat) વધારો થઇ રહ્યો છે. પરંતુ ચોરીના બનાવો વધવાના કારણે લોકો પણ સાવધાન થઇ ગયા છે જેન કારણે ચોરોએ પણ હવે ચોરોએ ચોરીકરવાની(theft movie style) નવી નવી રીત અપનાવી છે. ત્યારે સુરતમાં આવેલા પાંડેસરામાં ફિલ્મી સ્ટાઈલમાં જાહેર રોડ પર ચાલુ ટેમ્પામાં ચોરો ચડ્યા 2.16 લાખ મુકેલી બેગ ચોરી કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે(Surat in Police) તપાસ શરૂ કરતા ત્રણ આરોપીઓની ધરપકડકરી છે.
માલની ડીલવરી સિગારેટ, ચોકલેટ, બિસ્કીટનું ડીસ્ટ્રીબ્યુશન કરતી ટી.એન.એસ ડીસ્ટ્રીબ્યુશન નામની એજન્સીના મેનેજર નઈમઅબ્દુલરસીદ કાગઝીએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તારીખ 8 ડીસેમ્બરના તેઓની એજન્સીના ટેમ્પો ડ્રાઈવર હુસેનીભાઈ તથા ડીલવરી મેં મોહમદ આરીફ મન્સૂરી માલની ડીલવરી કરવા ગયા હતા. અને અલથાણ ખાતે છેલ્લી ડીલવરી કર્યા બાદ રોકડા રૂપિયા 2.16 લાખ બેગમાં મૂકી તે બેગ ટેમ્પાની પાછળ ગ્રીલના બનાવેલા બંધ બોર્ડીની અંદર મૂકી ગ્રીલને તાળું મારી ટેમ્પો લઈને ઓફીસ તરફ આવતા હતા. આ દરમ્યાન પાંડેસરા ડી માર્ટ પાસે મોપેડ પર આવેલા ત્રણ ઈસમો પૈકી એક ઇસમેં ફિલ્મી સ્ટાઈલમાં (theft in movie style) ટેમ્પામાં ચડી ટેમ્પામાંથી 2.16 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા.