ગુજરાત

gujarat

ETV Bharat / state

કરિયાણાની દુકાનમાં રાતે ઘૂસી કરી ચોરી, બહાર નીકળતા જ બીજા ચોર લૂંટી ગયા - સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે ચોરી

સુરતમાં લિંબાયત વિસ્તારમાં અનોખી ઘટના બની હતી જ્યાં ચોર ચોરી (Theft in Limbayat area in Surat) કરી ભાગ્યો ત્યારે બીજા ચોરે ચોરને ચપ્પુ બતાવી ચોરીનો માલ લુંટી ફરાર થઈ (Thief Was Robbed By 2 People in surat) ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી (robbery in cctv surat) હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Thief Was Robbed By 2 People in surat
Thief Was Robbed By 2 People in surat

By

Published : Dec 31, 2022, 7:52 PM IST

ઘરેણાની દુકાનમાંથી ચોરી કરીને બહાર આવતા ચોરને બીજા ચોરે લૂંટી લીધો હતો

સુરત: આમ તો ચોરીની અને ઘટનાઓ અવારનવાર સામે આવતું હોય છે પરંતુ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે ચોરીની ઘટના બની (Theft in Limbayat area in Surat) છે. લિંબાયત વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી (Thief Was Robbed By 2 People in surat) હતી. ચોર દુકાનમાં પોતાનું જ ટી શર્ટ મોં પર બાંધી ઉઘાડા ડિલે ચોરી કરી હતી. દુકાનના સીસીટીવીમાં તો તસ્કર ઝડપાઈ (robbery in cctv surat) ગયો પરંતુ ચોરી કરીને જેવો દુકાન બહાર આવ્યો કે, તેને લૂંટારૂ ભટકાઈ ગયો અને ચોરીના 70 હજાર રકમ લઈને નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ (robbery in cctv surat) હતી.

ચોરી કરીને બહાર નિકળતા ચોરને બીજા ચોરે ઝડપી લીધો: લિંબાયત સ્થિત પ્રતાપનગર પાસે રહેતા નુર મોહમદ જાન મોહમદ શેખ લિંબાયત સુગરાનગર પાસે કરીયાણાની દુકાન ધરાવે છે. દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાં મુકેલા 70 હજાર રૂપિયાની ચોરી કરી બહાર આવી રહ્યો હતો તે દરમિયાન અન્ય બે લોકો દુકાનની બહાર ઊભા હતા. અને આ બંને ચોર પાસે થી ચોરીના પૈસા લૂંટ કરી ફરાર થઈ ગયા (Thief Was Robbed By 2 People in surat) હતા.

આ પણ વાંચોનશો કરનારાને માત્ર 10 મિનિટમાં પકડી પાડતી ડિવાઇસ શહેર પોલીસને મળી

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ:સુરતના લિંબાયત પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ કરિયાણાની દુકાનમાં એક ઈસમ પ્રવેશ કરીને દુકાનની અંદર ડ્રોવરમાં મુકેલા 70 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ જાય છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી પરંતુ બીજી બાજુ જ્યારે આ ચોર દુકાનની બહાર નીકળે છે ત્યારે અન્ય બે લોકો તેની પાસેથી ચોરી કરાયેલ રકમ લૂંટીને ફરાર થઈ જાય છે. આ ઘટના પણ સીસીટીવી કેદ થવા પામી હતી. આ સમગ્ર ઘટના અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ પણ શરૂ કરી દીધી (Thief Was Robbed By 2 People in surat) છે.

આ પણ વાંચોપત્નીને ભેટમાં આપેલી જ્વેલરી તેની અંગત મિલકત પરવાનગી વગર પતિ લઈ શકે નહીંઃ હાઈકોર્ટ

બેંકમાં ભરવા માટે દુકાનમાં 70 હજાર રૂપિયા હતા:કરિયાણા દુકાનના માલિક નૂર મોહમ્મદ જાન મોહમ્મદ કે જણાવ્યું હતું કે તેઓએ બેંકમાં ભરવા માટે દુકાનમાં 70 હજાર રૂપિયા હતા જેની ચોરી થઈ છે સીસીટીવી તપાસ કરતા જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ દુકાનની અંદર પ્રવેશ કરી ચોરી કરે છે. આ અંગે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીઓને જલ્દીથી પકડી લેવામાં (Thief Was Robbed By 2 People in surat) આવશે.

ABOUT THE AUTHOR

...view details