સુરતમાં ગણેશ મંડપમાં ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ - ચોરી
સુરત: મહિધરપુરા વિસ્તારમાં આવેલા ગણેશ મંડપમાં વહેલી સવારે ટાબરીયા દ્વારા આરતી સહિતની રોકડ રકમ પર હાથસાફ કરવામાં આવ્યો હતો. ચોરી બાદ મંડપમાંથી બહાર આવતા ટાબરિયો CCTVમાં કેદ થયો હતો. ખરાડી શેરીમાં શ્રીજી બિરાજમાન છે. જોકે અત્યાર સુધી આયોજકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
Surat
સુરતના મહિદરપૂરા વિસ્તારમાં દુંદાળા દેવના મંડપમાંથી રોકડ રકમની ચોરી થઈ છે. મંડપમાં વહેલી સવારે આવી ચઢેલ ટાબરીયા દ્વારા હાથસાફ કરવામાં આવ્યો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલ ખરાડી શેરીના ગણેશ મંડપમાં રહેલા આરતી સહિતની રોકડ રકમની ચોરી થઈ છે. સમગ્ર ઘટનાનો CCTV સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે સત્તાવાર રીતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.