ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી - ઓલપાડમાં 3 દિવસની અંદર

સુરત : જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મંદિર, દુકાન, જી.આઈ.ડી.સી અને હવે ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થવામાં સફળ થયા છે.

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી
ઓલપાડમાં 3 દિવસની અંદર રૂપિયા ૩ લાખથી વધુની ચોરીની ઘટના

By

Published : Dec 17, 2019, 10:12 PM IST


ઓલપાડ ટાઉનમાં આવેલી જલારામ નગર વિસ્તારમાં જલારામ નગરમાં આવેલા પટેલ પરિવાર સગના બેસણાના પ્રસંગમાં તસ્કરો ભર બપોરે ઘરના દરવાજો તોડી બે તિજોરીમાંથી રૂપિયા 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.પટેલ પરિવારે પોતાના નવા ઘર બાંધવા જે મૂડી ભેગી કરી હતી એ તસ્કરો ચોરી જતા પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો છે.

ઓલપાડમાં તસ્કરોનો આતંકઃ 3 દિવસમાં ૩ લાખથી વધુની ચોરી

ઓલપાડ પોલીસની હદમાં બે ચોરીની ઘટના બાદ ઓલપાડ પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવ્યું છે. જોકે તસ્કરો રાત્રે નહિ પણ ધોળા દિવસે ચોરીને અંજામ આપી ગયા હતા.ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details