ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોર મચાયે શોર ! ખેડૂતોને હવે Z+ સિક્યોરીટીની પડી રહી છે જરૂર, બાકી બનશે અનેક મોટા કાંડ

કામરેજ તાલુકાના કઠોર ગામના ફાર્મમાંથી 140 કિલો લીંબુની ચોરી (Lemon theft in Surat)થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લીંબુના વધતા ભાવને ચોરો લીંબુની ચોરી તરફ વળ્યા છે. કઠોર ગામના ફાર્મમાંથી લીંબુની ચોરી થતા આ વિસ્તારમાં લીંબુની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ ચોકી ગયા છે અને લીંબુની રખેવાળી કરવાના કામે લાગી ગયા છે.

Lemon theft in Surat: ચોર મચાયે શોર ! કામરેજના કઠોર ગામેથી 140 કિલો પીળુ સોનું લઈને ચોર ફરાર
Lemon theft in Surat: ચોર મચાયે શોર ! કામરેજના કઠોર ગામેથી 140 કિલો પીળુ સોનું લઈને ચોર ફરાર

By

Published : Apr 30, 2022, 4:27 PM IST

Updated : Apr 30, 2022, 5:01 PM IST

સુરત:કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ શક્તિ ફાર્મમાંથી 140 કિલો લીંબુની ચોરી (Lemon theft in Surat)થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં. લીબુંના ભાવ વધ્યા છે તેને લઈને તસ્કરો પણ લીંબુની ચોરી(Kathor village of Kamarej) તરફ વળ્યાં હોય એવું લાગી રહ્યું છે. જેના કારણે અજાણ્યા શખ્સો દ્વારા લીંબુની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના સાંભળીને અન્ય ખેડૂતો પણ ચોકી ગયાછે અને લીબુંની રખેવાળી કરવાના કામે લાગી ગયા છે.

લીંબુની ચોરી

આ પણ વાંચોઃJunagadh lemon price hike: ખરાબ નજરથી બચાવતા લીંબુ મરચા પર મોંઘવારીએ બગાડી નજર

ફાર્મમાં થઈ લીંબુની ચોરી -જયેશ પટેલે જણાવ્યું કે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં શકિત ફાર્મ આવેલું છે. ઓર્ગેનીક લીંબુની ખેતી કરું છું. 7 વીઘામાં લીંબુની ખેતી કરી છે. પોતાના કામના અર્થે ભાવનગર અન્ય મિત્રના ફાર્મની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમના ખેતરમાંથી 140 કિલો લીંબુની ચોરી થઈ છે. અંદાજે આ લીંબુ 14000 થી 15000ના હતા. આમતો ક્યારે પણ ચોરી થતી નથી. આ પહેલી વાર આવો બનાવ બન્યો છે. લીંબુના ભાવ વધારાના કરાણે આ બનાવ બન્યો છે. બીજુ કોઈ કારણ લાગતું નથી અત્યારે લીંબુના 20 કિલોના ભાવ 2000થી 3000 ચાલે છે. ગયા વર્ષે ડુંગળીના ભાવ વધારે હતા તો તેની ચોરી થતી. આ વખતે લીંબુના ભાવ વધારે હોવાથી ચોરી થઈ છે.

આ પણ વાંચોઃLemon theft in uttarpradesh: શાહજહાંપુરમાં વિચિત્ર ચોરી, ગોડાઉનમાંથી ચોરાયાં 60 કિલો લીંબુ

ખેતરમાંથી 140 કિલો લીંબુની ચોરી -ગુજરાતમાં હાલ લીંબુની બોલબાલા છે. જે રીતે લીબુંના ભાવ વધ્યા છે તેને લઈને તસ્કરો પણ લીંબુની ચોરી તરફ વળ્યાં હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હાલ ખેડૂતના ખેતરમાંથી 140 કિલો લીંબુની ચોરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ વિસ્તારમાં લીંબુની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ ચોકી ગયા છે અને લીબુંની રખેવાળી કરવાના કામે લાગી ગયા છે.

Last Updated : Apr 30, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details