સુરત 7.13 લાખના તેલના ડબ્બા સહિત અન્ય સામાન ચોરીના આ બનાવની વિગતો જોઇએ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર વિભાગ 2માં ન્યુ જગદંબા ટ્રેડિંગ કંપની તથા શ્રી જગદંબા સ્ટોરના નામે તેલનો હોલસેલ વેપાર અને જનરલ સ્ટોર ધરાવનાર વેપારીને ત્યાં તેલના ડબ્બા અને અન્ય સમાનની ચોરી થઈ હતી. વેપારીએ જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો ચોકી ઉઠ્યો હતો. કારણ કે આ ચોરી તેમના આ જે નોકર અને પૂર્વ નોકર દ્વારા કરવામાં આવી હતી અને બંને સાળા બનેવી છે. ફરિયાદી હરેશભાઈ નંદલાલભાઈ રાજાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2013 થી કામ કરતા કિશોરકુમાર મદનલાલ તેલી તેમના ત્યાં વર્ષ 2016માં કામ છોડ્યું હતું અને તેમની જગ્યાએ શાળા નરેશ તેલીને કામ પર મૂક્યો હતો.
આ પણ વાંચો મોબાઈલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ચોરી કરવા કરતા આવા કારનામા
ગોડાઉનમાં તેલના ડબ્બા ઓછા લાગ્યા નરેશ દુકાનનું તમામ કામ સંભાળતો હતો. દુકાન તેમજ ગોડાઉનની ચાવી પણ નરેશ પાસે રહેતી હતી. ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે નરેશના પિતા વતનથી આવ્યા હતાં. જેથી તેને 21મી જુલાઈ 2022 ના રોજ રજા પણ લીધી હતી. તેના પિતાને અકસ્માત નડતા તે નોકરી પર નહીં આવતા હરેશભાઈએ 2 ઓગસ્ટના રોજ જ્યારે દુકાન ખોલી સાફસફાઈ કરી ત્યારે જોયું કે ગોડાઉનમાં તેલના ડબ્બા ઓછા લાગ્યાં. જેથી તેઓએ દુકાનના તાળા પણ બદલી નાખ્યા હતાં. જ્યારે બીજા દિવસે એક ટેમ્પો ચાલક નજરે આવતા તેઓએ પોલીસને જાણ પણ કરી હતી. જોકે તે સમયે તેઓએ ચોરીની કોઈ ફરિયાદ નોંધાવી નહોતી.