સુરત ક્રાઇમ બ્રાંન્ચે 4 લાખના મશીનના પાર્ટ્સની ચોરીમાં આરોપીની ધરપકડ કરી - latest crime news in gujarat
સુરત: જિલ્લાના કતારગામ વિસ્તારમાંથી રૂ. 4 લાખથી વધુના એમ્બ્રોઈડરીના મશીનના પાર્ટસની ચોરી કરી ભાગતા ફરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલીંગમાં હતો તે સમયે બાતમીના આધારે વોચ ગોઠવી ડિંડોલીમાં આવેલ પાનના ગલ્લા પાસેથી શંકાસ્પદ જણાતા ઈસમને આંતરીને તેની પુછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતુ કે તે છેલ્લા 11 વર્ષથી સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં મજુરી કામ કરતો હતો. તે દરમિયાનમાં આરોપી પાસે પૈસા ન હોય જેને લઇને બંનેએ રાત્રીના સમયે બંધ તાળુ તોડી અંદર પ્રવેશ કરીને ત્યાંથી એમ્બ્રોઈડરી મશીનના ની ચોરીપાટર્સ કરી લેવાનો પ્લાન બનાવ્યો હતો. તે પ્લાન દરમિયાન મિત્ર મુસાફીર સાથે આરોપી રૂપક બંને સાથે મળીને એકટીવા ઉપર ખાતામાં ગયા હતા અને ખાતામાં રહેલ એમ્બ્રોઈડરી મશીનના કોડીંગ, ડીવાઈસ, કોર્ડીંગ કાર્ડ, માસ્ટર કાર્ડ, સહિત ખાતામાં લગાવેલ સીસીટીવી કેમેરા તથા ડીવાઈસ મળી કુલ રૂપિયા 4.36 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. તે દરમિયાન ચોરી કરેલ એમ્બ્રોઈડરીના પાર્ટસને વેંચવા જતાં મિત્ર મુસાફીર પકડાઈ ગયો હતો. જેને લઇને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.