સુરતઃ શહેમાં તસ્કરોનો કહેર યથાવત છે. ત્યારે મોટા વરાછા સુદામા ચોકમાં આવેલા શુભમ ડોક્ટર હાઉસની એક ઘટના 4 દુકાનમાં તસ્કરોએ મોડી રાત્રે તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી નાસી ગયા હતા. તસ્કરોએ ધૂળેટી પર્વનો લાભ લઇ રાત્રિ દરમિયાન તસ્કરોએ બે ક્લિનિક, એક મેડિકલ સ્ટોર અને એક હોમ ડેકોરને નિશાન બનાવ્યું હતું.
સુરતમા એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં, ઘટના CCTVમાં કેદ - Godadara area
સુરત શહેના લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં એક સાથે 5 દુકાનોમાં ચોરી થઈ હતી. જેના આરોપી હજુ પકડાયા નથી કે, વરાછાના સુદામા ચોક ખાતે એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
![સુરતમા એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં, ઘટના CCTVમાં કેદ surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6367770-thumbnail-3x2-surat.jpg)
એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં, ઘટના CCTV માં કેદ
સુરતમા એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યાં, ઘટના CCTVમાં કેદ
ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં નકાબ પહેરી ચોરી કરતા તસ્કરો સાફ જોવા મળ્યાં હતાં. ચોરીની આ ઘટનામાં એકનું મોઢું CCTVમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
Last Updated : Mar 11, 2020, 2:46 PM IST