ગુજરાત

gujarat

Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર

By

Published : Mar 15, 2023, 9:51 PM IST

સુરતમાં જિલ્લામાં પલસાણા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર કડોદરામાં આવેલા મોનિકા જ્વેલર્સના શૉ રૂમમાં ચોરી થઈ હતી. આ ઘટનાને 2 ચોરોએ અંજામ આપ્યો હતો. ચોરો દુકાનમાંથી 4.57 લાખ રૂપિયાના સોના-ચાંદી અને રિયલ ડાયમંડના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના અંગે કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર
Surat Crime: કડોદરામાં જ્વેલર્સના શૉ રૂમમાંથી 5 લાખની ચોરી કરી 2 તસ્કર ફરાર

ઘટના સીસીટીવી કેેમેરામાં કેદ

બારડોલીઃપલસાણા તાલુકાના કડોદરામાં વધુ એક જ્વેલર્સની શૉ રૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં રાત્રિ દરમિયાન 2 તસ્કરોએ કડોદરા ચાર રસ્તા પર આવેલી મોનિકા જ્વેલર્સની દુકાનમાં તસ્કરી કરી હતી. તેઓ અહીં સોના ચાંદીના દાગીના મળી કુલ 4.57 લાખ રૂપિયાની ચોરી કરી જતાં ચકચાર મચી હતી. જોકે, આ બંને તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યારે પોલીસે આ મામલે જ્વેલર્સની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવીના આધારે તસ્કરોનીઓ શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃSurat Crime:ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક, કે.વી. માંગુકિયા શાળામાંથી 1.78 લાખની ચોરી

મોબાઈલ પર એલર્ટ મેસેજ આવતા ચોરી થઈ હોવાની ખબર પડીઃકડોદરાના દેસાઈ ફળિયામાં રહેતા અભિષેક રમેશભાઈ સોની (મૂળ રહે. કિવરલી, આબુ રોડ, જિ. સિરોહી, રાજસ્થાન) કડોદરા ચાર રસ્તા ખાતે આવેલા ગીતા હાઉસમાં મોનિકા જ્વેલર્સ નામથી સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવે છે. તેમણે હાલમાં જ આ શૉ રૂમ ચાલુ કર્યો છે. 12 માર્ચે રાત્રિના 9 વાગ્યે દુકાન બંધ કરતી વખતે સોના ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન લૉકરમાં મુકી દીધા હતા.

સીસીટીવીમાં ચોરીની ઘટના સામે આવીઃ આ શૉ કેસમાં મુકેલા દાગીના અને અન્ય કિંમતી સામાન જેતે સ્થિતિમાં રહેવા દઈ શૉ રૂમ બંધ કરી દીધો હતો. તે દરમિયાન સોમવારે મળસ્કે અઢી વાગ્યાની આસપાસ અભિષેક સોનીના મોબાઈલ ફોન પર શો રૂમની સિક્યોરિટી સિસ્ટમમાંથી એલર્ટ મેસેજ આવતા તેમણે સીસીટીવી કૅમેરા ઓનલાઈન જોતાં અંદર 2 ચોર ચોરી કરતાં નજરે પડ્યા હતા.

ઈમરજન્સી દરવાજો ખોલી અંદર ઘૂસ્યાઃઆથી તેઓ તરત જ શૉ રૂમ પર ગયા હતા અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. કડોદરા જીઆઇડીસી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. અંદર જોઈને તપાસ કરતાં ઈમરજન્સી દરવાજો તૂટેલ હાલતમાં હતો. તેમ જ શૉ કેસમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા. સીસીટીવી તપાસતા રાત્રિના દોઢેક વાગ્યે બીજા માળે બાજૂના બિલ્ડીંગ પરથી દુકાનના ધાબા પર ચઢી ઈમરજન્સી દરવાજો ખોલ્યો હતો.

શૉ કેસમાં મુકેલ ઘરેણાંની ચોરીઃચોર શૉ કેસમાં મૂકેલા સોના ચાંદી અને રિયલ ડાયમંડના ઘરેણાં ચોરી કરી નાસી છૂટ્યા હતા. તસ્કરોએ કુલ 4.57 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં જોતાં બંને યુવકો 15થી 25 વર્ષની ઉંમરના હોવાનું અનુમાન છે. પોલીસે અભિષેક રમેશ સોનીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

2016માં પણ આ જ માલિકની જૂની દુકાનમાં થઈ હતી લૂંટઃઅગાઉ કડોદરાના સરદાર કોમ્પ્લેક્સમાં અભિષેક સોનીની જ્વેલર્સની દુકાન હતી. તેમાં 2016માં ધોળા દિવસે લૂંટ કરી લૂંટારૂંઓ ફરાર થઈ ગયા હતા. જોકે, હજી સુધી આ લૂંટનો ગુનો ઉકેલાઈ શક્યો નથી. એ જ રીતે ગત માર્ચ મહિનામાં પિસ્તોલની અણીએ એકલો આવેલો યુવક સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની કડોદરા શાખામાંથી 8 લાખથી વધુની લૂંટ કરી ગયો હતો. આ મામલે પણ જિલ્લા પોલીસ હજી ફિંફા ખાંડી રહી છે.

આ પણ વાંચોઃNavsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો

સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂઃકડોદરા પોલીસે અભિષેકની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટના બનતા જ સુરત ગ્રામ્યની એસઓજી અને એલસીબીની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે. બંને એજન્સી તેમ જ સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે, અગાઉ પણ આ પ્રકારનો ચોરી અને લૂંટના ગુના ઉકેલવામાં નિષ્ફળ રહેલી પોલીસ આ ચોરીનો ગુનો ઉકેલી શકે છે કે કેમ?

ABOUT THE AUTHOR

...view details