ગુજરાત

gujarat

ETV Bharat / state

મજૂરી કરતા યુવાનની ઘર આંગણેથી બાઇક ચોરાઈ - સુરતના સમાચાર

કોસંબામાં મજૂરી કરીને પેટીયું રળતા શ્રમજીવી યુવાને પોતાના ઘરઆંગણે પાર્ક કરેલી મોટરસાયકલ જાણભેદુ તસ્કરો ઉઠાવી ગયા હતા. ભોગ બનેલા શ્રમજીવી યુવાને કોસંબા પોલીસમાં બનાવ અંગે લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે.

મજૂરી કરતા યુવાનની ઘર આંગણેથી બાઇક ચોરાઈ
મજૂરી કરતા યુવાનની ઘર આંગણેથી બાઇક ચોરાઈ

By

Published : May 27, 2021, 10:20 PM IST

  • કોસંબામાં તસ્કરોનો તરખાટ યથાવત
  • મજૂરી કરી ગુજરાન ચલાવતા યુવકની બાઇક તસ્કરો ઘરઆંગણેથી ઉઠાવી ગયા
  • યુવકે ઘટનાની જાણ કોસંબા પોલીસને કરી

સુરતઃ કોસંબામા હીના પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા બલવીદર ભગત ગણેશ મોરિયા આસપાસના વિસ્તારમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેણે ગતરાત 26 મેને બુધવારા રોજ પોતાની મોટરસાયકલ હિના પાર્ક એપાર્ટમેન્ટ ખાતેના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પાર્ક કરીને મૂકી હતી. જે મોટરસાયકલ ગત રાત્રી 26 મેને બુધવારના રોજ તસકરો ઉઠાવી ગયા હતા.

આ પણ વાંચોઃ પોરબંદર LCBએ બાઇક ચોરી કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા

યુવાને ફરિયાદ નોંધાવી

આ સમગ્ર બનાવ અંગે શ્રમજીવી યુવાન બલવિંદર ભગત ગણેશ મોરિયાએ કોસંબા પોલીસમાં લેખિત ફરિયાદ આપતા કોસંબા પોલીસે ઘટનાસ્થળના CCTV કેમેરા ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી 1.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ABOUT THE AUTHOR

...view details