ગુજરાત

gujarat

ETV Bharat / state

કોસંબાના યુવકને વડાપ્રધાન વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ કરવી પડી ભારે, પોલીસે કરી કાર્યવાહી - કોસંબાના તાજા સમાચાર

કોસંબાના યુવકે કોરોના મહામારી વચ્ચે ફેસબુક પર વડાપ્રધાન મોદી અંગે પોસ્ટ મૂકી હતી. જેમાં માનવજાતિનાં જૂથો વચ્ચે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા પ્રયાસ કરી ઉશ્કેરણીજનક ભાવના પેદા થાય એવું કર્યું હતું.

કોસંબાના યુવકને વડાપ્રધાન વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ કરવી પડે ભારે
કોસંબાના યુવકને વડાપ્રધાન વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ કરવી પડે ભારે

By

Published : May 20, 2021, 4:20 PM IST

Updated : May 20, 2021, 5:08 PM IST

  • વડાપ્રધાન વિરુદ્ધ આપત્તીજનક પોસ્ટ મૂકવી પડી ભારે
  • સુલેહ શાંતિ ભંગ થાય તેવો પ્રયાસ
  • યુવક વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી
    ફેસબુક પર પોસ્ટ

સુરતઃ કોસંબાના યુવકે કોરોના મહામારી વચ્ચે ફેસબુક પર વડાપ્રધાન મોદી અંગે પોસ્ટ મૂકી હતી. જેમાં માનવજાતિનાં જૂથો વચ્ચે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા પ્રયાસ કરી ઉશ્કેરણીજનક ભાવના પેદા થાય એવું કર્યું હતું. આ ઉપરાંત કોરોના અંગે ભ્રામક લખાણો લખી ખોટી અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ફેસબુક પર પોસ્ટ

આ પણ વાંચોઃPM મોદી અને CM યોગી આદિત્યનાથ વિરુદ્ધ સસ્પેન્ડેડ SIએ કરી અભદ્ર ટીપ્પણી, કેસ દાખલ

ખરાબ ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

સોશિયલ મીડિયા ફેસબુક પર 16 મેના રોજ જિગર ભટ્ટના ફેસબુક પ્રોફાઈલમાંથી પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દવાઓ, ઓક્સિજન, બેડ, વેક્સિન, સરકારી લેબોરેટરી વગેરેની અછત સાથે વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી.

ફેસબુક પર પોસ્ટ
ફેસબુક પર પોસ્ટ
ફેસબુક પર પોસ્ટ
ફેસબુક પર પોસ્ટ

DRDO દ્વારા વિકસાવેલી દવા અંગે પોસ્ટ

આ ઉપરાંત આરોપીએ વધુ એક પોસ્ટ મૂકી હતી. જેમાં પણ યુવકે DRDO દ્વારા વિકસાવેલી દવા અંગે પોસ્ટ મૂકી વડાપ્રધાન વિરુદ્ધ આપત્તિજનક શબ્દો લખ્યા હતા. વધુ પોસ્ટમાં આરોપીએ વડાપ્રધાન અંગે આપત્તિજનક લખાણ લખ્યું હતું. આવી પોસ્ટ મૂકી જિગર ભટ્ટ દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના સંદર્ભે ગેરમાર્ગે દોરવા તેમજ 2 જૂથ વચ્ચે શાંતિ ભંગ થાય એવું લખાણ લખી વર્ગવિગ્રહ ફેલાય તેવો પ્રયાસ કરાયો હતો. જેથી કોસંબા પોલીસમાં જિગર ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

ફેસબુક પર પોસ્ટ
Last Updated : May 20, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details