સુરતી : શહેરની ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરે સાડી પર પહેરી શકાય તેવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી છે. "કોવીડ નારી કવચ" નામથી તૈયાર કરાયેલી આ કિટને સિટ્રાએ પણ મંજૂરી આપી છે. જ્યાં પ્રતિ દિવસ પાંચ હજાર કીટ આગામી દિવસોમાં તૈયાર કરવામાં આવશે.
સુરતમાં સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી PPE કીટ તૈયાર - સુરતના સમાચાર
કોરોના વાઇરસે દુનિયાભરમાં તબાહી મચાવી છે, ત્યારે આ વાઇરસને નાથવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી વધારે જો આવશ્યક સાધન હોય તો એ છે PPE કીટ. સુરતી લોકો કોઈ પણ પરિસ્થિતને લડવા માટે હંમેશા સક્ષમ જ હોય છે. એટલું જ નહીં તે પોતાની કળાને પણ લડતમાં સમાવી લે છે. સુરતની ઓળખાણ એવી સાડીમાં પણ હવે PPE કીટ પહેરી શકાય તેવી બનાવટ કરવામાં આવી છે.
આ તકે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું છે કે, હાલ જે PPE કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી. જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે, પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી કેમ ન હોય. હાલમાં જ કેરલ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે PPE કીટ પહેરવા માટે ટીશર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતી મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો. સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ PPE કીટ ડીઝાઇન કરવામાં આવી છે. જે રોજની 5 હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવશે. ખાસ આ PPE કીટ વોરિયર તરીકે કામ કરતી મહિલા મેડિકલ સ્ટાફ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.