રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ફરી ખુલ્લો મુકાયો સુરત : ચોમાસા દરમિયાન તાપી નદીમાં નવા નીરની આવક થઈ હતી. ત્યારે ગત 9 સપ્ટેમ્બરના રોજ રાંદેર અને સિંગણપોર વિસ્તારને જોડતો વિયર કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જળાશયમાં પાણીની સપાટી વધતા પાલિકા દ્વારા આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. એક માસ બાદ સુરતનો આ કોઝવે વાહનચાલકો માટે ફરી ખુલ્લો મુકાયો છે. ઉલ્લેખનિય છે કે, ઉપરવાસમાં સતત વરસાદ રહેતા ઉકાઈ ડેમમાં નવા નીર આવતા ડેમની સપાટીમાં વધારો થયો હતો. બાદમાં ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ઉપર બનાવામાં આવેલ કોઝવેની સપાટીમાં વધારો થતા સંપૂર્ણ ઓવરફ્લો થયો હતો. જેથી કોઝવેનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.
કોઝવે ખુલ્લો મુકાયો :હવામાન વિભાગ દ્વારા વિધિવત ચોમાસાએ વિદાય લીધી હોવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અંતે તંત્ર દ્વારા ફરી સિંગણપોર અને રાંદેર વિસ્તારને જોડતો વિયર કમ કોઝવે ખુલ્લો કરી દેવાયો છે. જેથી હવે વાહનચાલકોને મોટી રાહત મળી છે. કોઝવેના બંને ગેટ ખોલી દેવામાં આવતા ફરી એકવાર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
ઉકાઈ ડેમ ઓવરફ્લો : મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉપરવાસના વિસ્તારમાં સતત વરસાદ રહેતા ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા હતા. જેથી ડેમની સપાટીમાં વધારો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તાપી નદી ઉપર બનાવામાં આવેલ કોઝવેની સપાટીમાં વધારો થતા સંપૂર્ણ ઓવરફ્લો થયો હતો. જેથી કોઝવેનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. સતત ઓવરફ્લો રહેવાના કારણે તંત્ર દ્વારા છેલ્લા એક માસ સુધી કોઝવે બંધ રખાયો હતો.
સિંગણપોર-રાંદેર કોઝવે :ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે વિયર કમ કોઝવે ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ચોમાસાની વિદાય બાદ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા કોઝવેની સપાટી સતત ઘટી હતી. સિંગણપોર અને રાંદેર વિસ્તારને જોડતો વિયર કમ કોઝવે સુરત શહેર માટે ખૂબ જ મહત્વનો છે. તાપી નદીનું પાણી કોઝવેના કારણે સંગ્રહ કરી રાખવાથી સુરત શહેરના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે ભયનજક લેવલ 6 મીટરથી નીચે જતાની સાથે જ પાલિકાએ સફાઈ અને રેલિંગ બાંધવાની કામગીરી કરી હતી. જે પૂર્ણ થતાની સાથે જ કોઝવે વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો છે. જેથી હવે સિંગણપોર અને રાંદેરના વાહનચાલકોનો સમય અને અંતર ઘટશે.
- Surat Causeway Reopen : રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ફરી ખુલ્લો મુકાયો
- Weir cum Causeway Overflow: સુરતમાં વિયરકમ કોઝવે ઓવરફલો, જુઓ અદ્ભૂત નજારો