- ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ
- સુરત જિલ્લામાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ વેચાઈ છે દારૂ
- તરસાડી ગામના લોકોએ દારૂના અડ્ડા પર કરી જનતા રેડ
સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની છે, સમગ્ર રાજ્યમાં છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે. એનેકોવાર લઠ્ઠાકાંડની ઘટના પણ બની ચૂકી છે, પરંતુ આ નશાના કારોબારને રોકવા ગૃહ વિભાગ સરેઆમ નિષ્ફળ રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા અને માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં શનિવારના રોજ સ્થાનિકો દ્વારા ઘણા સમયથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અડ્ડો બંધ કરાવવામાં આવ્યો હતો, સ્થાનિકોની જનતા રેડની પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને દારૂ બનાવવા માટે 6 બેરલમાં ભરેલા મિશ્રણનો નાશ કર્યો હતો. પોલીસને વારંવાર રજૂઆત કરવામાં છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ખેડાના વિઝોલ ગામે દેશી દારૂને લઇ જનતા રેડ, દારૂના જથ્થાનો કરાયો નાશ