પુલ પરથી કુદકો મારનાર યુવક નીચે કાદવમાં ફસાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના રાહદારીએ મોબાઈલમાં કેદ કરી ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનાં જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતા. યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યો હતો.
બેરોજગારીથી કંટાળી શ્રમિકે લગાવી તાપી નદીમાં છલાંગ - gujarati news
સુરત: શહેરમાં એક શ્રમિકને રોજગાર ન મળવાથી પુલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી. ત્યા હાજર સ્થાનિક માછીમારોએ તેને બચાવી લીધો હતો.
srt
ચોક બજાર પાસે ફુટપાથ પર રહેતો 30 વર્ષીય સુરેશ ઝાલાને છેલ્લા કેટલાક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોવાથી રવિવારે સવારે તેણે હોપ પુલના વોકવે પરથી તાપી નદીમાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરેશે બેકારીથી કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનુ પોલીસને જણાવ્યું હતું.