- બાબેન ગામના તળાવમાં 24 કલાક ત્રિરંગો ફરકાવાશે
- તળાવમાં સરદારની પ્રતિમા પાસે છે 100 ફૂટ ઊંચો ધ્વજ
- ગ્રામ પંચાયતે 100 ફૂટ ઊંચો સ્તંભ ઊભો કર્યો
બારડોલીઃ બારડોલી તાલુકાના બાબેન ગામના તળાવમાં સરદાર વલ્લભભાઈ પટેલની 30 ફૂટ ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાની સાથે હવે 24 કલાક ત્રિરંગો ફરકાવેલો જોવા મળશે. ગ્રામ પંચાયત દ્વારા 100 ફૂટ ઊંચો સ્તંભ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર 31 ઓક્ટોબરે ધ્વજારોહણ કરવામાં આવશે. સ્વર્ણિમ ગ્રામ બાબેનમાં અનેકવિધ સુવિધા અને સ્મારકો બની રહ્યા છે. સૌપ્રથમ ગામના પાદરે તળાવની વચ્ચોવચ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપે 30 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેનું તાત્કાલીન મુખ્યપ્રધાન આનંદી પટેલે અનાવરણ કર્યું હતું.