આ સાથે આગ જેવી ઘટનાના સમયે અથવા તો કોઈ દુર્ઘટનાના સમયે બચાવ કામગીરી કરવા તેમજ રાહત કામગીરીને પોંહચી વળવા 350 સંસ્થાઓ સાથે જોડાઈ સેવાકાર્ય અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 25 હજાર જેટલા સભ્યો મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે આ સેવાકાર્યમાં જોડાયા હતા. જેમાં શહેરના તબીબ, ચાર્ટડ એકાઉન્ટ, એન્જીનિયરિંગ, વકીલ વગેરેનો સમાવેશ થાય છે અને આ સભ્યોએ લોકોને આવી ઘટનાઓ અંગે જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરશે.
સુરત અગ્નિકાંડઃ ગોઝારી ઘટના બાદ વિધાર્થીઓને અપાઇ શ્રદ્ધાંજલિ - Gujarati News
સુરત: શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ લોકોમાં ભારે પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સુરતમાં કોઈ એવા નાગરિક ના હશે ,જે મૃતક વિધાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી રહ્યા નહીં હોય. આજ કારણ છે કે, લોકો આ ઘટનાને હજી ભૂલી શક્યા નથી અને આવી ઘટના ફરી ના બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના નેજા હેઠળ 22 જેટલા મૃતક વિધાર્થીઓને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં બનેલી ઘટનામાં 22 માસુમ વિધાર્થીઓના જીવ હોમાયા હતા. આ ઘટનાને લઈ સમગ્ર સુરતવાસીઓ હચમચી ઉઠ્યા છે અને મૃતકોના પરિવાર પ્રત્યે ભારે સંવેદના દાખવી રહ્યા છે. લોકોમાં ફાયર સેફટીનો અભાવ અને પોતાની ફરજથી પીછેહઠ કરતા સરકારી બાબુઓને તેઓની ફરજ અદા કરવા અંગેનું જ્ઞાન આપવા લોક તાલીમ અને સેવાકાર્ય અભિયાન સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના નેતુત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે. તક્ષશિલા આર્કેડની ઘટના બાદ શહેરની 350 જેટલી અલગ અલગ સંસ્થાઓના આશરે 25000 જેટલા સભ્યો સેવાકાર્ય અભિયાનમાં જોડાયા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં યુવાઓએ મૃતક વિધાર્થીઓને ભાવથી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં મૃતક વિધાર્થીઓનો પરિવાર પણ સામેલ થયો હતો ત્યારે આગામી દિવસોમાં બનતી તમામ મદદ 350 જેટલી સંસ્થાઓના 25 હજાર જેટલા સભ્યો શહેરમાં ક્યાંય પણ બનતી ઘટનાઓમાં પોતાની રીતે મદદરૂપ બનશે. જે માટે આગની ઘટનાઓમાં અત્યંત જરૂરી બનતા સેફગાર્ડ યુનિફોર્મ પણ સંસ્થા તરફથી વસાવામાં આવશે. જેથી આગની ઘટનાના સમયે ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી શકાય અને બચાવકામગીરી પણ સરળતાથી કરી શકાય.