ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: વિશ્વની સૌથી કઠિન મેરેથોનમાં સુરતના પિતા પુત્રની જોડીની જમાવટ - South Africa

વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતી મેરેથોન કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં પ્રથમવાર ભારતથી સુરતના પિતા-પુત્રની જોડીએ ભાગ લીધો હતો. બન્ને IT ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ કોઈપણ પ્રોફેશનલ દોડવીર નથી તેમ છતાં પિતા-પુત્રની આ જોડીએ ગણતરીના કલાકોમાં 87.8 કિમીની મેરેથોન પૂર્ણ કરી હતી.

Surat Pride : વિશ્વના સૌથી કઠિન મેરેથોનમાં સુરતના પિતા પુત્રની જોડી છવાઈ
Surat Pride : વિશ્વના સૌથી કઠિન મેરેથોનમાં સુરતના પિતા પુત્રની જોડી છવાઈ

By

Published : Jun 24, 2023, 1:26 PM IST

વિશ્વના સૌથી કઠિન મેરેથોનમાં સુરતના પિતા પુત્રની જોડી છવાઈ

સુરત : સાઉથ આફ્રિકા ખાતે આયોજિત કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસને વિશ્વભરના દોડવીરો સૌથી મુશ્કેલ ગણતા હોય છે. કારણ કે આ રેસ 87.8 કિમીની હોય છે. આ રેસમાં ભાગ લેનાર લોકોને માત્ર 12 કલાકમાં રેસ પૂર્ણ કરવાની હોય છે. આ રેસના 96 એડીશનમાં પ્રથમવાર હશે કે ભારતથી કોઇ પિતા પુત્રની જોડીએ ભાગ લીધો હોય. IT કંપની ચલાવનાર પિતા-પુત્ર સુરતના રહેવાશી છે. 54 વર્ષિય પિતા લલિત પેરીવાલ અને તેમના 22 વર્ષિય પુત્ર ગોપેશ પેરીવાલ બંને સાથે આ મેરેથોનમાં ભાગ લીધો હતો. પિતાએ 11.49 કલાકમાં જ્યારે પુત્ર એ 11.44 કલાકમાં આ મેરેથોન પૂર્ણ કરી છે.

સુરતમાં આયોજીત એક મેરાથોનમાં દોડવાની શરૂઆત કરી હતી. તેની માટે કોઈ પણ પૂર્વ તૈયારીઓ કરી નહોતી. તેમ છતાં મેરેથોન પૂર્ણ કર્યા બાદ લાગ્યું કે હું અન્ય જગ્યાએ યોજાનાર મેરેથોનમાં ભાગ લઈ શકું છું. ત્યારથી મારી આ સફર શરૂ થઈ છે. 2015માં પ્રથમવાર હું આ કોમેરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં ભાગ લીધો હતો. આજદિન સુધીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની મેરેથોનમાં ભાગ લેતો આવ્યો છું. મારી પાસે 100 થી પણ વધુ મેડલ છે. આ મેડલ રાખવા માટે મારી ઓફિસમાં મોબાઈલથી ઓપરેટ થતી ખાસ સિસ્ટમ બનાવી છે. જેમાં મેડલ ડોર છે. જેના કારણે તેમના તમામ મેડલ ડિસ્પ્લે થાય છે.-- લલિત પેરીવાલ (મેરેથોન રનર)

પિતા જ મારી પ્રેરણા : પુત્ર ગોપેશ પેરીવાલે જણાવ્યું હતું કે, પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મેરેથોનમાં ભાગ લીધો જેનો ખૂબ જ આનંદ છે. મારા માટે ગૌરવની વાત છે કે મારા પિતા સાથે આ મેરેથોનમાં ભાગ લીધો હતો. ભારતથી માત્ર હું અને મારા પિતા જ આવી જોડી હતી કે જે પિતા-પુત્ર તરીકે આ મેરેથોનમાં ભાગ લીધો હોય. મારા પિતા હંમેશા વ્યસ્ત હોય છે. તેમ છતાં તેઓ સ્વાસ્થ્ય માટે અને આ ઉંમરે કશું નવા કરવા માટે હંમેશા પોતાની જાતને પ્રોત્સાહિત કરે છે. તેમને જોઈને જ મને તેમની સાથે મેરેથોનમાં ભાગ લેવાની પ્રેરણા મળી હતી.

403 ભારતીય દોડવીર : આ મેરેથોનમાં દુનિયાભરથી 20 હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભારત દેશમાંથી 403 એથેલિટ્સે ભાગ લીધો હતો. રેસમાં સૌથી વધુ દોડવીર ભારત દેશના જ હતા. સુરતના આશરે 23 જેટલા દોડવીરોએ આ રેસમાં ભાગ લીધો હતો. જેમાં આ પિતા પુત્રની જોડી પણ સામેલ હતી.

સૌથી કઠિન મેરેથોન :આ મેરેથોન ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે આ મેરથોનની અંદર પાંચ ગેટ અને પાંચ મેજર હિલ હોય છે. જેની અંદર લીનફિલ્ડ પાર્ક, વિન્સ્ટન પાર્ક, પાઈન ટાઉન, કેટોરેજ, ડ્રમન્ડ પાર્ક અને શેરવુડ પાર્કના આખા વિસ્તારમાં રેસ યોજવામાં આવી હતી. આ રેસ માટે 1100 ઈંકલાઈન રન અને 1700 રન ડીકલાઈનની પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ મેરેથોન દરમિયાન તાપમાનનો બદલાવ થાય છે. સવારે 8 ડિગ્રી તો બપોરે 25 ડિગ્રી તેમજ રાત્રે 18 ડીગ્રી તાપમાનમાં પ્રતિસ્પર્ધીઓ આ મેરેથોન પૂર્ણ કરે છે.

  1. PM Narendra Modi : પીએમ મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં તેમને ટ્રિબ્યુટ આપવા માટે સુરતના આર્ટિસ્ટે ગોલ્ડ જરીથી તસ્વીર બનાવી
  2. New Parliament Building : સુરતમાં નવા સંસદ ભવનના આકારમાં જ્વેલરીએ બનાવી હિપહોપ જ્વેલરી, માર્કેટમાં ભારે ડિમાન્ડ

ABOUT THE AUTHOR

...view details