સુરત : રીંગ રોડ વિસ્તારમાં આશરે 150 જેટલી માર્કેટો આવી છે. પરંતુ 10 જેટલી માર્કેટો કન્ટેન્ટમેન્ટ વિસ્તારના ગેટ ધરાવે છે. જેથી આ 10 માર્કેટને છોડી તમામ 140 જેટલી રિંગરોડની માર્કેટ 1 જૂનથી શરૂ થઇ જશે. આ માટે માર્કેટને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરવામાં આવશે, અને જે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં રહે તેઓ માર્કેટમાં આવી શકશે નહીં. આ સાથે અન્ય કર્મચારીઓ જે માર્કેટમાં આવશે, તેઓની થર્મલ ચેકિંગ કરવામાં આવશે. તેમજ તેઓને માસ્ક અનિવાર્ય રહેશે અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ રાખવા ફરજીયાત રહેશે. જે કર્મચારીઓને શરદી, તાવ અથવા અન્ય તકલીફ રહેશે તેઓ પણ માર્કેટમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ તમામ નિયમો બાદ હવે સુરતની આશરે 140 જેટલી માર્કેટ 1 જૂનથી શરૂ થઇ જશે.
10 માર્કેટને છોડીને રિંગરોડની તમામ 140 કાપડ માર્કેટ 1 જૂનથી શરૂ થશે - કાપડ માર્કેટ 1 જૂનથી શરૂ
આશરે 60 દિવસ બાદ ફરી એક વખત સુરતનો ટેક્સટાઇલ માર્કેટ 1 જૂનથી ધમધમી ઉઠશે. કોરોના વાયરસના કારણે લોકડાઉન 1,2,3 અને 4 ના કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ રીતે બંધ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપવા બાદ હવે ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પણ રિંગરોડ ખાતે આવેલી જે.જે માર્કેટની વિઝીટ લીધી હતી. તેમજ માર્કેટો કેવી રીતે શરૂ કરવામાં આવશે, તેની ગાઈડલાઈન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પદાધિકારીઓને આપી હતી.
સુરતનો ટેક્સટાઇલ માર્કેટ
આ અંગે કાપડ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે, અત્યાર સુધી 12,000 કરોડ જેટલું નુકસાન કાપડ ઉદ્યોગને થયુ છે. તમામ સિઝનોમાં પણ કોરોના વાયરસના કારણે વેપાર થઈ શક્યો નથી. હવે વેપાર શરૂ થશે જેથી મોટી રાહત કાપડ વેપારીઓને મળશે. આ સાથે જ 80 ટકા શ્રમિકો લોકડાઉનના કારણે પોતાના વતન જતા રહ્યાં છે. જ્યારે માત્ર 20 ટકા શ્રમિક સુરતમાં છે. જેથી 1 જૂનથી માર્કેટ શરૂ થતાં આ શ્રમિકો પરત કામે આવતા તેઓને પણ મોટી રાહત મળી રહેશે.
Last Updated : May 27, 2020, 11:27 AM IST