ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat SVNIT Robo: સમુદ્ર કિનારાને સાફ કરવા માટે તૈયાર SVNIT ના વિદ્યાર્થીઓએ સ્વીટ રોબો બનાવી 50 લાખનું પ્રથમ ઇનામ જીત્યું

સુરતના પીપલોદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)ના વિદ્યાર્થીઓના સ્વીપ રોબોએ 50 લાખનું પ્રથમ ઈનામ જીતીને દેશભરમાં સુરતનું ગૌરવ વધાર્યું છે. સમુદ્ર કિનારાને સાફ કરવા માટે તૈયાર કરાયેલ આ રોબોટને બનાવવામાં વિદ્યાર્થીઓને એક વર્ષનો સમય લાગ્યો હતો. આ બીચ ક્લિનિંગ રોબોટે દેશના 70,000 પ્રોજેક્ટ્સને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 8:04 PM IST

SVNITના વિદ્યાર્થીઓએ બનાવ્યું બીચ ક્લિનિંગ માટે સ્વીટ રોબો

સુરત: SVNIT કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે દ્રષ્ટિ નામથી વર્કશોપ ચલાવવામાં આવે છે. આ બધામાં ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ બનાવે છે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ વર્કશોપમાં ઉપલબ્ધ સામગ્રી અને સાધનોનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ તૈયાર કરે છે. સંસ્થાના 12 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વીપ રોબો નામનો પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે. રોબોએ 10 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાયેલી સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ટોપ ત્રણમાં તેઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સ્પર્ધામાં ટોચના 3 વિજેતા પ્રોજેક્ટ્સને 1.5 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. SVNITના સ્વીટ રોબોએ ટોચના ત્રણ સ્થાન મેળવ્યા છે.

સંસ્થાનના વડા ડૉ વિમલ પટેલ ના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિકલ વિભાગના હર્ષિલ મિસ્ત્રી, હર્ષલ પટેલ, અર્થવ કરહાડ, અદિતિ ટાપરિયા, રામ રાજાવધ, અનંત અગ્રવાલ, પ્રાંશી, વિદ્યુત વિભાગના આસ્થા બાસુંદેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. મિકેનિકલ વિભાગના મેહુલ અવલસાકર, અંકેશ લોનેરે, પ્રણવ પિંપલે, વૈભવ ગુપ્તા, અમિત રાજ, શ્રેયા રાણા અને સનાયા અગ્રવાલે મળીને એક વર્ષમાં તૈયાર કર્યું છે.

કચરો શોધી કાઢે છે: હર્ષિલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતુ કે, તે દરિયા કિનારે ફરવા જતો હતો, પછી ત્યાંની ગંદકી જોઈને તેને આ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો. વર્કશોપમાં પડેલા ટૂલ્સમાંથી તેને બનાવવામાં આવ્યું છે. બેટરીથી ચાલતા આ રોબોટની આગળ એક સેન્સર લગાવવામાં આવ્યું છે, જે કચરો શોધી કાઢે છે. આગળ કલેક્શન પંજા છે, જે કચરો એકઠો કરે છે અને પાછળના ભાગે બનેલા બે ડસ્ટબીનમાં જમા કરે છે. રોબોટ્સમાં બીજી સેન્સર સિસ્ટમ છે, જે પ્લાસ્ટિક અને નોન-પ્લાસ્ટિક કચરાને અલગ-અલગ ડસ્ટબિનમાં એકત્રિત કરે છે.

  1. Surat News: સુરત મનપા દ્વારા યોજાયો ફૂડ ફેસ્ટિવલ, મિલેટ્સની ફૂડ આઈટમ્સ બની હોટ ફેવરિટ
  2. Navratri 2023: સુરતના લોકો ગરબાની સાથે સાયબર ફ્રોડ અંગે આપી રહ્યા છે જાગૃતિ, જૂઓ વીડિયો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details