ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટંટબાજી પડી ભારે, એક મિત્રની ઉપર બીજો યુવક બેસાડી મોપેડ ચલાવતો વીડિયો થયો વાયરલ - મોપેડ નંબરના આધારે યુવકોની ઓળખ

સુરતમાં મેચમાં જીતની ખુશીમાં યુવાન પાછળ બેઠેલા મિત્રની ઉપર બીજા મિત્રને બેસાડી રોંગ સાઈડમાં ટુ-વ્હીલર હંકારી રહ્યો હતો. જે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરુ કરી 3 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટંટબાજી પડી ભા
સ્ટંટબાજી પડી ભા

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 6:54 PM IST

સુરતમાં વધુ એક સ્ટંટબાજીનો વીડિયો

સુરત: આજના યુવાનો ક્યાંક જીતની ખુશીમાં તો ક્યાંક ફેશન અને રેસના નામે જોખમી સ્ટંટ કરતાં હોય છે. ત્યારે સુરતમાં વધુ એક સ્ટંટબાજીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવાન તેની પાછળ બેસેલા મિત્રની ઉપર એક મિત્રને બેસાડી ટુ-વ્હીલર હંકારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મોપેડ નંબરના આધારે યુવકોની ઓળખ:કતારગામ આંબાતલાવડી ચાર રસ્તા વડલા સર્કલથી રોંગ સાઈડમાં મોપેડ પર યુવકની પાછળ બેસેલા યુવકની ઉપર એક યુવક બેઠો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે મોપેડ નંબરના આધારે તપાસ કરીને ઓલપાડના લવાછા ગામે પહોચી હતી, જ્યાં મોપેડ માલિક રાજુભાઈ મહાદેવભાઈ પટેલને વીડિયો બતાવી પૂછપરછ કરતા મોપેડ તેઓનો દીકરો ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

"યુવકની પૂછપરછ કરતાં મેચ જીતવાની ખુશીમાં કતારગામ સ્થિત આંબાતલાવડી વિસ્તારમાં રહેતા તેના 19 વર્ષીય મિત્ર ચંદ્રેશ રાઠોડ અને અન્ય એક 17 વર્ષના મિત્રને પાછળ બેસાડી જતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. - બી.કે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર

જોખમમાં મુકે તેવા સ્ટંટ ન કરવા જોઈએ:મહત્વનું છે કે શહેરમાં વાહનો પર સ્ટંટ કરતા અનેક લોકોના વીડિયો અગાઉ વાયરલ થયા હતા અને પોલીસે આવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. લોકોએ આ પ્રકારના જીવને જોખમમાં મુકે તેવા સ્ટંટ ન કરવા જોઈએ તે જરૂરી બન્યું છે. બીજી તરફ સુરતમાં પણ પોલીસ આવા સ્ટંટ બાજો પર બાઝ નજર રાખીને કડક કાર્યવાહી કરી રહી છે.

  1. વડોદરા ન્યૂઝ: બાઈક ઉપર મંગેતરને બેસાડી સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું, વીડિયો વાયરલ થયાં બાદ પોલીસે ઝડપ્યો તો ખુલ્યો ગુનાહિત ઈતિહાસ
  2. Morbi Crime: બાઈક ચાલકે યુવતીને બોનેટ પર બેસાડી જોખમી સ્ટંટ કર્યા, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

ABOUT THE AUTHOR

...view details