રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે: શાળા સંચાલક મંડળ
હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવ બાદ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાતના પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે નારાજગી દર્શાવવામાં આવી છે. આ તકે શાળા સંચાલકે ઠરાવ પદ કરવાની રાજ્ય સરકાર પાસે માગ કરી છે.
રાજ્ય સરકાર ઠરાવ રદ કરે અથવા શિક્ષકો માટે આર્થિક સહાયના પેકેજની જાહેરાત કરે: શાળા સંચાલક મંડળ
સુરત: હાઈકોર્ટના નિર્ણય અને રાજ્ય સરકારના ઠરાવ બાદ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાતના પગલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સામે નારાજગી દર્શાવવામાં આવી છે. શાળા સંચાલક મંડળે ઠરાવ રદ કરવાની માગ રાજ્ય સરકાર પાસે કરી છે. આ સાથે જ સરકાર પરિપત્ર રદ નહીં કરે ત્યાં સુધી ઓનલાઈન એજયુકેશન બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકાર શિક્ષકો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરે , જેથી શાળાઓ ઓનલાઇન એજયુકેશનની ફી વાલીઓ પાસેથી વસુલાત પણ નહીં કરે.