ગુજરાત

gujarat

ETV Bharat / state

કોસંબા રેલવે સ્ટેશન નજીક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ - શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાઈ

સુરતમાં કોસંબા રેલવે સ્ટેશન નજીક મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવવાની ફરજ પડી હતી.

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 5:54 PM IST

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને તાત્કાલિક અટકાવાઈ

સુરત:માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન ખાતે મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. જેને પગલે રેલવે વિભાગ દ્વારા ટ્રેનને તાત્કાલિક અટકાવવાની ફરજ પડી હતી. રેલવે વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઝડપથી રેલવે વ્યવહાર શરૂ થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાઈ

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સર્જાઈ ખામી:સુરત જિલ્લામાં છેલ્લા છ દિવસમાં બે ટ્રેનોમાં યાંત્રિક ખામી સર્જાવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં યાંત્રિક ખામી સર્જાતા રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને તાત્કાલિક સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા રેલવે સ્ટેશન નજીક અટકાવી દીધી હતી. જેને લઇને રેલવે વિભાગના અધિકારીઓ તુરત જ સ્થળ પર દોડી ગયા હતા અને બીજું રેલવે એન્જિન લાવવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રેનમાં સર્જાયેલ યાંત્રિક ખામીને લઈને ટ્રેનમાં સવાર યાત્રિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

મુસાફરોને હાલાકી

ગુરુવારે પણ બની હતી ઘટના: અમદાવાદથી મુંબઈ તરફ મુસાફરો ભરી જતી બિકાનેર - બાંદ્વા એક્સ્પ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રેનમાં પણ યાત્રિક ખામી સર્જાઈ હતી. રેલવે એન્જિનના વિલ જામ થઈ જતાં માંગરોળ તાલુકાના કોસંબા ગામ નજીક થોભવવાની ફરજ પડી હતી. રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને રેલવેની તમામ ટ્રેનોને એક ટ્રેક પર દોડાવી હતી અને બિકાનેર - બાંદ્રા એક્સપ્રેસને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી. બંધ પડેલ એન્જિનને સાઈડમાં ખસેડી બીજું એન્જિન મંગાવી રેલવે વ્યહાર શરૂ કર્યો હતો. ત્યારે કોસંબા નજીક બિકાનેર બાંદ્રા એક્સ્પ્રેસમાં સર્જાયેલ ખામીને લઈને ચાર કલાક રેલવે વ્યહારને અસર થઈ હતી.

કોસંબા રેલવે સ્ટેશન
  1. સુરતના કોસંબા પાસે ખોટકાઈ બિકાનેર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન, રેલવે તંત્ર થયું દોડતું
  2. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ફરી ટ્રેનમાં યાત્રા કરી મુસાફરોને ચોંકાવ્યા, વડનગર -વલસાડ ટ્રેનમાં કરી મુસાફરી

ABOUT THE AUTHOR

...view details