- કોરોનાની બીજી લહેરમાં સુરત કાપડ ઉદ્યોગને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાનું નુકસાન
- પડ ઉદ્યોગને કોરોનાના કારણે ફટકો પડયો
- લગ્નસરાની સિઝનમાં મોટું નુકસાન થયું
સુરત : હાલ કોરોના સંક્રમણને કારણે દેશ અને દુનિયા આર્થિક સંકળામણનો ભોગ બન્યો છે, ત્યારે સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) સાથે સંકળાયેલા વેપારી દિનેશ કતારિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને રમઝાન અને લગ્નસરાની સિઝનને લઈ વેપારીઓએ તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને દૈનિક 300થી 350 કરોડ રૂપિયાની નુકસાની થઇ રહી છે.
ગત વર્ષે 70 દિવસનું લોકડાઉન હતુ. એ સમયે લોકોને એટલી હદે નુકસાન થયું નથી
સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry ) માટે દિવાળી સિઝન, રમઝાન અને લગ્નસરાની સિઝન ખૂબ જ મહત્વ ધરાવે છે. વર્ષની 25 ટકા ખરીદી આ ત્રણ મહિનામાં થતી હોય છે અને આ સતત બીજુ વર્ષ છે, જ્યારે સુરત કાપડ ઉદ્યોગ ( Surat Textile Industry )ને કોરોનાના કારણે ફટકો પડયો છે. ગત વર્ષે 70 દિવસનું લોકડાઉન હતુ. એ સમયે લોકોને એટલી હદે નુકસાન થયું નથી કારણ કે લોકડાઉન ખુલ્યા બાદ ખરીદી આવી હતી, પરંતુ આ વર્ષે ક્યાંક લોકડાઉન છેસ તો ક્યાંક નથી આવી પરિસ્થિતિને કારણે લગ્નસરાની સિઝનમાં મોટું નુકસાન થયું છે.
ઉદ્યોગ 80 ટકા દેશના ગામડાઓમાં કાપડ પહોંચાડે છે - દિનેશ કટારીયા