સુરતના સાડીના વેપારીની અનોખી પહેલ, સાડીના ઓર્ડર સાથે આપી કોરોના કીટ - latest news of coronavirus
સુરતના કાપડ વેપારી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સાડીઓની પેકિંગ સાથે આ વેપારી દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચિત કીટ પણ મોકલવામાં આવી રહી છે. જે સંક્રમિત વાતાવરણમાં સકારાત્મકતાની સાથે લોકોને જાગ્રત લાવવા માટે સફળ સાબિત થઈ રહ્યું છે.
સુરત
સુરતઃ શહેરના રઘુકુળ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા અને દેશના અન્ય રાજ્યોમાં સાડીનો વેપાર કરતાં ગોવિંદ ગુપ્તાએ કોરોના કાળમાં દેશમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે એક અનોખી પહેલ કરી છે. તેમના દ્વારા રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી ઓર્ડરથી મંગાવવામાં આવેલા સાડીના સ્લોટ સાથે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત દવાની કીટ અને માસ્ક નિઃશુલ્ક મોકલવામાં આવી રહ્યા છે.