ગુજરાત

gujarat

12 સાયન્સનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થિઓએ મેળવ્યા સૌથી વધારે A-1 ગ્રેડ

સુરતઃ માર્ચમાં લેવાયેલી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે. ગુજરાતભરમાં કુલ 254 વિદ્યાર્થિઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, જેમાં સુરત જિલ્લાના વિદ્યાર્થિઓ સૌથી વધારે A1 ગ્રેડ મેળવ્યા છે. સાથે જ સુરત જિલ્લાનું કુલ પરિણામ 77.86 ટકા છે.

By

Published : May 9, 2019, 10:11 AM IST

Published : May 9, 2019, 10:11 AM IST

12 સાયન્સનું પરિણામ જાહેર

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા આશાદીપ શાળાના જ 31 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. જેમાં પણ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હીરા ઉદ્યોગના શ્રમિક અને કડિયા કામ કરતા લોકોના બાળકો આશ્ચર્યજનક પરિણામ લઈને આવ્યા છે. પરીક્ષામાં કેવી રીતે સારા માર્ક્સ આવી શકે તેનો મુળ મંત્ર ધોરણ12માં ટોપ કરનાર વિદ્યાર્થીઓએ ઈટીવી ભારતને જણાવ્યું હતું.

12 સાયન્સનું પરિણામ જાહેર

વરાછાની આશાદીઓ શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ અને શાળા સંચાલકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. શાળાના પટાંગણમાં વિધાર્થીઓએ ગરબે ઘૂમીપોતાની ખુશી વ્યક્ત કરી ગતી. તો બીજી તરફ વિધાર્થીઓના ઝળહળતા પરિણામને વાલીઓએ પણ વધાવી લીધુ હતું અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પરિણાં જાહેર થતાંજ વિધાર્થીઓ DJના તાલે ઝૂમતા નજરે જોવા મળ્યા હતા. બોર્ડની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરનાર જે પણ વિદ્યાર્થી છે તે, મધ્યમ અને ગરીબ પરિવારથી વધારે આવ છે. જેમાં કોઈ વિદ્યાર્થિના પિતા હીરા ઉદ્યોગમાં શ્રમિક છે તો કોઈના પિતા કડિયા કામ કરે છે. આટલી નબળી પરિસ્થિતિમાં પણ બાળકો આઠથી દસ કલાકનો અભ્યાસ કરી સર્વશ્રેષ્ઠ પરિણામ લાવ્યા છે. આ વિદ્યાર્થિઓએ જણાવ્યુ કે, પરીક્ષામાં સારુ પરિણામ લાવવા વિદ્યાર્થીઓએ 8 થી 10 કલાક સુધીની મહેનત કરી છે અને સોશીયલ મીડિયાથી તદ્દન દુર રહ્યા છે.

ગત્ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 જેટલા વિધાર્થીના A-1 ગ્રેડ વધુ નોંધાયા છે. A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સુરતની આશાદીપ શાળા દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવતું નથી અને ખાસ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને રિવિઝનને લઇ ધ્યા ન આપવામાં આવે છે. તે જ કારણે, સુરત શહેરમાં સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ આશાદીપ શાળાના છે.

ABOUT THE AUTHOR

...view details