સુરત: શહેરની આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની (GUJCET Result 2022)જેઓએ સમગ્ર ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવી પ્રથમ ક્રમે આવી છે. ગુજરાતમાં ગુજકેટની( GUJCET)પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવી સુરતનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. આજે રાજ્યમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામની જાહેરાત કરવામાં આવી છે. એમાં સુરતની આશાદિપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈભવી લલિત મકવાણાએ ગુજકેટની પરીક્ષા આપી હતી.
આ પણ વાંચોઃધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત
ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ -તેમનો ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવી(GSEB HSC Result 2022) સુરતનું નામ ગુજરાતમાં રોશન કર્યું છે. તે સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે પણ આવી છે. વૈશાલી મકવાણાના પિતા સુરત ડાયમંડમાં છે. જેઓ ડાયમંડ પોલીસ કરવાનું કામ કરે છે. વર્ષોથી પોતાનું મૂળ વતન જૂનાગઢ છોડીને સુરત રોજગારી માટે આવ્યા હતા. અને હાલ સુરતમાં સ્થાયી થઇ ચુક્યા છે. દીકરીના ગુજરાતમાં પ્રથમ નંબર આવવાને કારણે તેઓ ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃબનાસકાંઠાનો વિદ્યાર્થી રિઝલ્ટ જોઈને ખુશ નહીં પણ નિરાશ થયો, કારણ જાણીને તમે પણ કહેશો ઓ બાપ રે...
મોડી રાત સુધી જાગીને મહેનત કરી -મને ગુજકેટમાં 120 માંથી 120 માર્ક્સ આવ્યા છે. છેલ્લા સમય દરમિયાન ખુબ મહેનત કરી હતી. મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડતી હતી. જેનું આજે પરિણામ આવ્યું છે મને ખૂબ જ આનંદ થયો છે. તમારા પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો હોય તેની તૈયારીઓ કરવી પડે છે. સ્કૂલમાંથી સારો સપોર્ટ હોય તો તમને વધારે સારું પડે છે. હવે આગળહું JEEની તૈયારી કરીશ.