- સુરતમાં મજૂરા ફાયર સ્ટેશનનો બાકીનો ભાગ ધરાશાયી થયો
- પતાની જેમ ધડાકાભેર બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું
- ફોકલેન મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવાયું
- સૌપ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતા
સુરતઃ મજૂરા ફાયર સ્ટેશનની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવાથી તેનું ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, કોરોનાના કારણે આ કામગીરી અટકી પડી હતી, પરંતુ હવે છેવટે આ ફાયર સ્ટેશનનો બાકીનો ભાગ ધરાશાયી કરવામાં આવ્યો હતો. ત્યારે બિલ્ડિંગ પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સૌપ્રથમ બિલ્ડિંગના થાંભલાને નબળા કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોકલેન મશીનની ટેકનોલોજીની મદદથી બિલ્ડિંગને સીધું જ નીચે બેસાડી દેવાયું હતું.
ડિમોલિશનનો લાઈવ વીડિયો પણ આવ્યો સામે આ પણ વાંચો-સુરતમાં જર્જરિત ફાયર સ્ટેશન પત્તાના મહેલની જેમ કરાયું ધરાશાયી
ડિમોલિશનનો લાઈવ વીડિયો પણ આવ્યો સામે
ફોકલેન મશીનની મદદથી સૌપ્રથમ થાંભલાને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યા હતા. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશનનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, બિલ્ડિંગને ધડાકાભેર ઉતારી પાડવામાં આવ્યું હતું. બિલ્ડિંગને ઉતારી પડવાની કામગીરી મહાનગરપાલિકાએ કરી હતી. આ ફાયર સ્ટેશન સુરતના મજૂરા ગેટમાં આવેલું છે. અધિકારીઓએ ડિમોલીશન પહેલા બંને બાજુના રસ્તાઓ બંધ કરી આ કામગીરી કરી હતી. ત્યારે તાશના પત્તાની જેમ બિલ્ડિંગ ખરી પડી હતી.
આ પણ વાંચો-ભૂજ વાસીઓ રહી રહ્યા છે ભયના ઓથાર નીચે
કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી
ઉલ્લેખનીય છે કે, મજૂરા ગેટ ફાયર સ્ટેશનનું બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત થયું હતું અને તેને ઉતારી પડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, પરંતુ કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી અને હવે આખરે આ બિલ્ડિંગને ઉતારી પાડવામાં આવ્યું હતું.