ગુજરાત

gujarat

ETV Bharat / state

PSIએ મૂળ માલિકને લાખો રૂપિયા પરત આપી ઇમાનદારીની મિશાલ કાયમ કરી - surat news

સુરત: વરાછા પોલીસમાં લંબે હનુમાન પોલીસ ચોકીમાં PSI તરીકે ફરજ બજાવતા વી.કે.રાઠોડને પોતાની બાઇકની ડેકીમાં અજાણી બેગ જોવા મળી  હતી. જે બેગને ખોલતાની સાથે જ તેમાં 30 લાખના હીરા હતાં. જેને તેઓએ તેમના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીની મિશાલ કાયમ કરી છે.

સુરતમાં PSIએ ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

By

Published : Aug 7, 2019, 11:46 AM IST

Updated : Aug 7, 2019, 1:22 PM IST

PSI વી.કે રાઠોડને બાઇકની ડેકીમાં અજાણી બેગ જોવા મળી હતી. આ બેગમાં હીરાના 4 પાર્સલ હતાં, જેની કિંમત રૂ.30 લાખ હતી. સ્વાભાવિક રીતે જ કોઈનું પણ મન ડગમગી જાય તેટલી કિંમતના આ હિરા હતાં.

પણ આખરે આ પોલીસે પોતાની ફરજ અદા કરી હતી. અને તેને હીરાના મૂળ માલિક સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કર્યા હતા અને આખરે તેઓએ આ હીરા વરાછામાં જ હીરા દલાલીનું કામ કરતા ઉમેદભાઈ જેબલિયાને સુપરત કર્યા હતાં. જેમણે મિત્ર સાથે વાતચીત કરતા ભૂલથી હીરાના પાર્સલ ભરેલા બેગને PSIની બાઇકની ડેકીમાં મૂકી દીધી હતી.

Last Updated : Aug 7, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details