- વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સુરત મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે
- 21 KM માટે મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરાશે
- નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે
સુરત : શહેરનો મહત્વપૂર્ણ પ્રોજેકટ એવા સુરત મેટ્રો રેલનું 18 જાન્યુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઇન ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીના રોજ સુરત મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત કરશે આજે વડાપ્રધાન મેટ્રો ટ્રેન નું ખાતમુહૂર્ત કરશે
દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 18 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નિયુક્ત કરાયેલા અધિકારી મહેન્દ્ર પટેલની દેખરેખ અંતર્ગત સુરત ખાતે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
21 KM માટે મેટ્રો ટ્રેનનું ખાતમુહૂર્ત
સુરતનો મહત્વપૂર્ણ ડાયમન્ડ બુર્ષની પાસેથી જ મેટ્રો ટ્રેન પ્રોજેકટ શરૂઆત કરવામાં આવી રહી છે. 21 KM માટે મેટ્રો ટ્રેનના ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.