ગુજરાત

gujarat

ETV Bharat / state

સુમુલ ડેરી: પશુપાલકો માટે આનંદો, દૂધમાં કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો - surat taja samachar

સુરત: પશુપાલન કરતા લોકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી એ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી પશુપાલકોને જરૂર રાહત થશે.

etv bharat
સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો

By

Published : Dec 5, 2019, 9:19 PM IST

સુમુલ ડેરી દ્વારા 5મી ડિસેમ્બરથી ગાયના દૂધમાં પ્રતિ કિલોફેટ દિધ 670 રૂપિયા થી વધારીને 680 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 690 પ્રતિ કિલોથી 695 રૂપિયા કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ ભેંસના દુધમાં પાંચ રૂપિયા અને ગાયનાં દૂધમાં કિલો ફેટ દીધ 10 રૂપિયાનો વધારો પશુ પાલકોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો મેળવવો પશુપાલકો માટે મુશ્કેલ બન્યો છે. ઉપરાંત દાણ પણ ખુબ જ મોંઘુ બનતા હાલ પશુપાલન ખુબ જ મોંઘુ બન્યું છે. સુમુલ ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે.

સુમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને અપાતા ફેટ દીઠ ભાવમાં વધારો કરવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details