ગુજરાત

gujarat

ETV Bharat / state

ખોલવડ ખાતે પોલીસે કરોડોના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કર્યો - Alcohol news

સુરત જિલ્લાના ખોલવડ તાપી બ્રિજ પર કડોદરા, પલસાણા, કામરેજ પોલીસની હદમાં ઝડપાયો હતા. આ ઝડપાયેલા કરોડોના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ (Destruction of alcohol in Surat) કરવામાં આવ્યો હતો.

Gujarat News
Gujarat News

By

Published : Aug 27, 2021, 5:57 PM IST

  • ખોલવડના તાપી બ્રિજ પર પોલીસે કરોડોના દારૂ પર બુલડોઝર ફેરવાયું
  • કામરેજ, પલસાણા, કડોદરા વિસ્તારમાં ઝડપાયેલા દારૂ પર ફર્યું બુલડોઝર
  • પોલીસે 3 કરોડ 39 લાખના દારૂનો બુલડોઝર ફેરવી નાશ કર્યો

સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ બિરાજમાન છે. કારણ કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં પુષ્કળ દારૂ વેચાય છે, લોકો પીવે છે અને પોલીસ પુષ્કળ દારૂ પકડે પણ છે અને કાર્યવાહી પણ કરે છે. કામરેજના ખોલવડ ખાતે શુક્રવારે તાપી બ્રિજ પર કામરેજ, કડોદરા, પલસાણા પોલીસની હદમાં પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવી નાશ (Destruction of alcohol in Surat) કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મોમાઈમોરા નજીક કારમાંથી 1.12 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો

કામરેજ પ્રાંત, DySP અને પોલીસ કાફલાની હાજરીમાં કામરેજ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપાયેલો 1 કરોડ 78 લાખ, કડોદરા GIDC પોલિસની હદમાંથી 69 લાખ 12 હજાર તેમજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાયેલો 92 લાખ 28 હજારનો અલગ-અલગ કંપનીના વિદેશી દારૂ મળી કુલ 3 કરોડ 39 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ (Destruction of alcohol in Surat) કર્યો હતો.

આ પણ વાંચો: વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર

ABOUT THE AUTHOR

...view details