ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ખેલૈયાઓ મોદી માસ્ક પહેરી ગરબે ઘુમ્યાં - કોમર્શિયલ ગરબા

સુરતઃ  નોરતાના છઠ્ઠા દિવસે સુરતમાં કોમર્શિયલ ગરબાની પણ ભારે રમઝટ જોવા મળી હતી, શેરી ગરબાઓ સહિત સુરત શહેરમાં 1000 જેટલા કોમર્શિયલ ગરબાઓનું આયોજન કરાયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વી.આર મોલ ખાતે આયોજિત કોમર્શિયલ ગરબામાં નોરતાના છઠ્ઠા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.

ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસની સાથે મોદી માસ્ક પહેરી ગરબે ઘૂમ્યાં

By

Published : Oct 5, 2019, 5:22 PM IST

સુરતમાં નોરતાના છઠ્ઠા દિવસે વેસુ વિસ્તારમાં આવેલ વી.આર.મોલ ખાતે કોમર્શિયલ ગરબામાં ખેલૈયાઓ મોદી માસ્ક પહેરી ગરબા ઘુમતા જોવા મળ્યા. ગરબાના ટ્રેડિશન ડ્રેશની સાથે ખેલૈયાઓએ મોદી માસ્ક પહેરી ગરબા કર્યા હતા.

કોમર્શિયલ ગરબામાં ખેલૈયાઓના અલગ અલગ ગ્રુપ દ્વારા હરોળ પાડી ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.જેમાં નાની દીકરીઓ સાથે નવ યુવાઓ અને યુવતીઓએ મોદી માસ્ક સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબાના સુર અને સંગીતના સથવારે ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ અને સાદા ગરબાની મજા માણી હતી.ખેલૈયાઓએ જણાવ્યું કે,ગુજરાતની વાત આવે તો સૌ પ્રથમ પહેલા ગરબા અને ત્યારબાદ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા.

ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસની સાથે મોદી માસ્ક પહેરી ગરબે ઘૂમ્યાં

ABOUT THE AUTHOR

...view details