સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્ટિસ્ટ અને સેવનથ ડે સ્કૂલ બહાર વાલીઓ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. ફી વધારાને લઈને બુધવારે વાલીઓ દ્વારા રેલી કાઢી પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. વાલીઓ દ્વારા શાળામાં બાળકોને મુકવા આવતા અન્ય વાલીઓને બે હાથ જોડી ફી વધારા મુદ્દે લડત ચલાવવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી વાલીઓ ફી વધારા મુદ્દે વિરોધ કરી રહ્યા છે. ફી વધારા મુદ્દે લડત ચલાવી રહેલા વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણની સ્થિતિના દ્રશ્યો બીજા દિવસે જોવા મળ્યા હતા.
સુરતમાં ફી વધારાને લઈને વાલીઓએ પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર - gujaratinews
સુરત : સેવનથ ડે સ્કૂલમાં વાલીઓનો વિરોધ બુધવારે પણ યથાવત રહ્યો હતો. ફી વધારાને લઈને વાલીઓએ રેલી કાઢી શાળાની દાદાગીરીને લઈને સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં વાલીઓ જોડાયા હતા.
સુરતમાં ફી વધારાને લઈને વાલીઓએ પોલીસ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
જોકે વાલીઓના વિરોધ સામે શાળા સંચાલકો પણ ટસના મસ નથી થઈ રહ્યા અને બિલકુલ પણ ઝૂકવા તૈયાર નથી. ત્યારે ફી વધારાના મુદ્દે લડત ચલાવી રહેલા વાલીઓ અને શાળા સંચાલકોની આ લડાઇ ક્યાં સુધી ચાલે છે એ બાબત મહત્વની બની રહે છે.